MCX WEEKLY REVIEW: સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ

મુંબઈ, 25 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 17થી 23 જાન્યુઆરી સુધીના સપ્તાહ દરમિયાન 99,29,333 સોદાઓમાં કુલ રૂ.10,17,224.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,20,739.28 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 896473.31 કરોડનો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે સપ્તાહના અંતે 23 જાન્યુઆરીને ગુરૂવારના રોજ નેચરલ ગેસના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.93,522 કરોડનું ઉચ્ચતમ ટર્નઓવર નોંધાયું હતું.

બુલડેક્સ વાયદામાં રૂ.12 કરોડનાં કામકાજ
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 6,91,941 સોદાઓમાં રૂ.66,841.41 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.79,150ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.79,665 અને નીચામાં રૂ.78,421 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.400 વધી રૂ.79,626ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.87 ઘટી રૂ.63,616 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.30 વધી રૂ.7,882ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.434 વધી રૂ.79,594ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.92,629ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.92,629 અને નીચામાં રૂ.90,283 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,654 ઘટી રૂ.91,149 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,620 ઘટી રૂ.91,138 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,630 ઘટી રૂ.91,125 બંધ થયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.1,20,739 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 896473.31 કરોડનું ટર્નઓવર
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 94,431 સોદાઓમાં રૂ.11,938.01 કરોડના વેપાર થયા હતા. તાંબુ જાન્યુઆરી વાયદો રૂ.840.00ના ભાવે ખૂલી, રૂ.4.90 ઘટી રૂ.832.75 જ્યારે એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.00 કોઈ ફેરફાર વગર રૂ.252.55 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.30 ઘટી રૂ.178ના ભાવ થયા હતા. જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.3.35 ઘટી રૂ.271ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.40 ઘટી રૂ.252.00 સીસુ-મિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.30 ઘટી રૂ.178.00 જસત-મિની જાન્યુઆરી વાયદો રૂ.3.40 ઘટી રૂ.270.75 બંધ થયો હતો.

નેચરલ ગેસના ઓપ્શન કોન્ટ્રેક્ટ્સમાં રૂ.93,522 કરોડનું ઉચ્ચતમ ટર્નઓવર નોંધાયું
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 9,40,992 સોદાઓમાં રૂ.41,911.24 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,791ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,816 અને નીચામાં રૂ.6,445 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.276 ઘટી રૂ.6,484 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.276 ઘટી રૂ.6,487 બંધ થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.363ના ભાવે ખૂલી, રૂ.18.80 ઘટી રૂ.337.50 અને નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો 18.1 ઘટી 337.8 બંધ થયો હતો.

ક્રૂડ તેલનો વાયદો રૂ.276 લપસ્યો
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.48.62 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.54,200ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.54,280 અને નીચામાં રૂ.53,300 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.890 ઘટી રૂ.53,330ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.80 ઘટી રૂ.918.90 બોલાયો હતો.

કોટન-ખાંડી વાયદો રૂ.890 ઘટ્યો
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.38,098.44 કરોડનાં 47,980.304 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.28,742.97 કરોડનાં 3,130.090 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.7,607.29 કરોડનાં 11,489,290 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.34,303.95 કરોડનાં 1,040,305,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.2,134.83 કરોડનાં 84,016 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.576.17 કરોડનાં 32,271 ટન તાંબાના વાયદાઓમાં રૂ.6,030.89 કરોડનાં 72,415 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,196.12 કરોડનાં 115,935 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.25.59 કરોડનાં 18,960 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.23.03 કરોડનાં 248.04 ટનનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)