MCX WEEKLY REVIEW: સોનામાં રૂ.1,403નો ઘટાડો, ચાંદીમાં રૂ.3,137નો સુધારો
મુંબઈ, 25 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 17થી 23 મે સુધીના સપ્તાહ દરમિયાન 95,55,493 સોદાઓમાં કુલ રૂ.9,17,694.27 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,72,015.23 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.7,45,542.34 કરોડનો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 13,90,694 સોદાઓમાં રૂ.1,15,733.54 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.72,907ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.74,442 અને નીચામાં રૂ.71,500 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,403 ઘટી રૂ.71,577ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.748 ઘટી રૂ.58,216 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.96 ઘટી રૂ.7,066ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,264 ઘટી રૂ.71,632ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.87,110ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.95,950 અને નીચામાં રૂ.86,900 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3,137 વધી રૂ.90,437 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.3,302 વધી રૂ.90,441 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.3,262 વધી રૂ.90,419 બંધ થયો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.137 કરોડનાં કામકાજ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,62,359 સોદાઓમાં રૂ.23,620.83 કરોડના વેપાર થયા હતા. તાંબુ મે વાયદો રૂ.894.20ના ભાવે ખૂલી, રૂ.4.10 ઘટી રૂ.890.20 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.1.80 વધી રૂ.239.85 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.2.80 ઘટી રૂ.191ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.10.60 વધી રૂ.272ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.1.25 વધી રૂ.240.15 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.2.65 ઘટી રૂ.191.35 જસત-મિની મે વાયદો રૂ.10.45 વધી રૂ.271.60 બંધ થયો હતો.
ક્રૂડ તેલનો વાયદો રૂ.194 તૂટ્યો
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 8,30,794 સોદાઓમાં રૂ.32,522.49 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,600ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,682 અને નીચામાં રૂ.6,388 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.194 ઘટી રૂ.6,397 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.187 ઘટી રૂ.6,403 બંધ થયો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.209ના ભાવે ખૂલી, રૂ.15.40 વધી રૂ.223.50 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 15.6 વધી 223.7 બંધ થયો હતો.
નેચરલ ગેસ, કોટન-ખાંડીમાં સુધારોઃ મેન્થા તેલ ઢીલુ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.138.37 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.56,100ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.56,700 અને નીચામાં રૂ.55,620 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.420 વધી રૂ.56,500ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.10 ઘટી રૂ.927 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.1,72,015 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.745542.34 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.43,646.11 કરોડનાં 59,484.462 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.72,087.43 કરોડનાં 7,785.618 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.6,378.20 કરોડનાં 9,738,760 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.26,144.29 કરોડનાં 1,135,921,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.2,819.96 કરોડનાં 115,895 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.620.77 કરોડનાં 31,924 ટન તાંબાના વાયદાઓમાં રૂ.15,531.83 કરોડનાં 169,708 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.4,648.27 કરોડનાં 171,170 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.117.76 કરોડનાં 20,688 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.20.61 કરોડનાં 221.04 ટનનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)