મુંબઈ, 11 મેઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 3થી 9 મે સુધીના સપ્તાહ દરમિયાન 79,38,623 સોદાઓમાં કુલ રૂ.7,95,661.14 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,09,900.05 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 685679.37 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,56,848 સોદાઓમાં રૂ.72,711.86 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.70,678ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.71,708 અને નીચામાં રૂ.70,082ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.903ના ઉછાળા સાથે રૂ.71,639ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.610ની તેજી સાથે રૂ.57,763 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.62 વધી રૂ.7,053ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.885 વધી રૂ.71,586ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.81,325ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.84,575 અને નીચામાં રૂ.80,436ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3,136ના ઉછાળા સાથે રૂ.84,499ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.3,055 ઊછળી રૂ.84,368 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.3,060 ઊછળી રૂ.84,362 બંધ થયો હતો.

તમામ બિનલોહ ધાતુઓ, નેચરલ ગેસ, મેન્થા તેલ, કોટન-ખાંડી વાયદામાં સાર્વત્રિક વૃદ્ધિ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 98,830 સોદાઓમાં રૂ.12,094.16 કરોડના વેપાર થયા હતા. તાંબુ મે વાયદો રૂ.846.85ના ભાવે ખૂલી, રૂ.13.90 વધી રૂ.859.85 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.2.30 વધી રૂ.234.25 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.3.25 વધી રૂ.194ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.1.95 વધી રૂ.259ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.1.95 વધી રૂ.234.80 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.3 વધી રૂ.193.60 જસત-મિની મે વાયદો રૂ.2.05 વધી રૂ.258.70 બંધ થયો હતો.

સોનામાં રૂ.903ની તેજીઃ ક્રૂડ તેલમાં મામૂલી સુધારો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 6,79,109 સોદાઓમાં રૂ.25,057.03 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,606ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,675 અને નીચામાં રૂ.6,434ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.5 વધી રૂ.6,606 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.3 વધી રૂ.6,607 બંધ થયો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.169ના ભાવે ખૂલી, રૂ.21.10 વધી રૂ.191.10 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 21.1 વધી 191.1 બંધ થયો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.82 કરોડનાં કામકાજ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.37 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.57,060ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.57,660 અને નીચામાં રૂ.57,060ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.140 વધી રૂ.57,420ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9 વધી રૂ.941.20 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.1,09,900 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 685679 કરોડનું ટર્નઓવરઃ

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.39,670.77 કરોડનાં 55,825 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.33,041.09 કરોડનાં 3,999.187 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.7,576.10 કરોડનાં 1,15,32,910 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.17,480.93 કરોડનાં 94,99,13,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,180.94 કરોડનાં 50,622 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.319.74 કરોડનાં 16,581 ટન તાંબાના વાયદાઓમાં રૂ.6,375.69 કરોડનાં 74,275 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.4,217.79 કરોડનાં 1,63,183 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.22.79 કરોડનાં 3,936 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.14.21 કરોડનાં 152 ટનનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)