મુંબઈ, 29 જુલાઈઃ એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ મલ્ટિકેપ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. ફંડ માટેનો એનએફઓ 28 જુલાઈ, 2023ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 11 ઓગસ્ટ, 2023ના રોજ બંધ થશે. ફંડનું મેનેજમેન્ટ શ્રી અંકિત જૈન સંભાળશે. ફંડ માટે બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 500 મલ્ટિકેપ 50:25:25 ટીઆરઆઈ હશે. ફંડમાં લઘુત્તમ પ્રારંભિક રોકાણ રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં કરી શકાશે. મિરે એસેટ મલ્ટિકેપ ફંડના ફંડ મેનેજર અંકિત જૈને જણાવ્યું હતું કે, વૈશ્વિક આર્થિક માહોલમાં ઉથલપાથલ હોવા છતાં, ભારતીય અર્થતંત્ર પ્રભાવશાળી વૃદ્ધિના માર્ગ પર આગળ વધવાનું ચાલુ રાખે છે અને મિરે એસેટ મલ્ટિકેપ ફંડનો ઉદ્દેશ તેના રોકાણકારો માટે તમામ ક્ષેત્રોમાં પ્રોત્સાહજનક હકારાત્મક વિકાસ મેળવવાનો અને ઓફર કરવાનો છે. મિરે એસેટ મલ્ટિકેપ ફંડ રોકાણકારો માટે રેગ્યુલર પ્લાન અને ડાયરેક્ટ પ્લાન બંનેમાં ઉપલબ્ધ હશે. એનએફઓ પછી ન્યૂનતમ વધારાની ખરીદીની રકમ રૂ. 1000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રહેશે.