મુંબઈ, 29 નવેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.25,650.27 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.21 સુધરી રૂ.62,406ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે સોનાનો ફેબ્રુઆરી-24 વાયદો રૂ.28 ઘટી રૂ.62,694 બોલાતો હતો. ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.201ની વૃદ્ધિ સાથે રૂ.75,500ના ભાવ બોલાઈ રહ્યા હતા. ક્રૂડ તેલનો ડિસેમ્બર વાયદો બેરલદીઠ રૂ.83 સુધરી રૂ.6,496 થયો હતો. આ સામે કોટન-ખાંડીનો નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.780 ઘટી રૂ.56,600 થયો હતો. કોટન-ખાંડીનો જાન્યુઆરી-24 વાયદો રૂ.160 વધી રૂ.57,320ના ભાવ બોલાતા હતા. મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 9,14,128 સોદાઓમાં કુલ રૂ.78,900.73 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.23,444.83 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 55433.63 કરોડનો હતો.

ચાંદી, ક્રૂડ તેલમાં સુધારો કોટન-ખાંડીમાં બેતરફી વધઘટ

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 1,72,307 સોદાઓમાં રૂ.18,242.21 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,619ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,423 અને નીચામાં રૂ.61,485 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.845 વધી રૂ.62,385ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.232 વધી રૂ.49,732 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.3 વધી રૂ.6,085ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.852 વધી રૂ.62,409ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,806ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.75,436 અને નીચામાં રૂ.74,422 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.493 વધી રૂ.75,299 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.257 વધી રૂ.75,069 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.464 વધી રૂ.75,144 બંધ થયો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.22 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 10,215 સોદાઓમાં રૂ.1,131.74 કરોડના વેપાર થયા હતા. તાંબુ નવેમ્બર વાયદો રૂ.712.10ના ભાવે ખૂલી, રૂ.4.75 વધી રૂ.717.50 જ્યારે એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.90 ઘટી રૂ.200.90 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.185ના ભાવ થયા હતા. જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.226ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.20 ઘટી રૂ.201.10 સીસુ-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.186.15 જસત-મિની નવેમ્બર વાયદો રૂ.0.90 ઘટી રૂ.225.70 બંધ થયો હતો.

નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો 1.9 ઘટી 243.4

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 1,10,544 સોદાઓમાં રૂ.4,056.55 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,269ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,432 અને નીચામાં રૂ.6,238 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.146 વધી રૂ.6,413 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.143 વધી રૂ.6,416 બંધ થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.248ના ભાવે ખૂલી, રૂ.1.70 ઘટી રૂ.243 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો 1.9 ઘટી 243.4 બંધ થયો હતો. કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં રૂ.14.33 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,578ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1,578 અને નીચામાં રૂ.1,578 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.40 વધી રૂ.1,578 થયો હતો. કોટન ખાંડી નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,380ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,380 અને નીચામાં રૂ.57,380 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.2,020 વધી રૂ.57,380ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.60 વધી રૂ.914.70 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.23,445 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 55433.63 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.8,541.63 કરોડનાં 13,772.985 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.9,700.58 કરોડનાં 1,275.969 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.1,410.70 કરોડનાં 2,226,440 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.2,645.85 કરોડનાં 107,838,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.156.75 કરોડનાં 7,723 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.46.02 કરોડનાં 2,462 ટન તાંબાના વાયદાઓમાં રૂ.650.72 કરોડનાં 9,048 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.278.25 કરોડનાં 12,273 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.6.04 કરોડનાં 1,056 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.8.26 કરોડનાં 89.28 ટનનાં કામકાજ થયાં હતાં.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)