50%થી વધુ ભારતીયો પ્રથમ ફર્નિચર સાથે ભાવનાત્મક રીતે જોડાય છે
મુંબઈ, 23 નવેમ્બર: અડધાથી વધુ ભારતીય ગ્રાહકો (58%)એ પોતાની જાતે પ્રથમ વખત ખરીદેલા ફર્નિચર સાથે ગહન ભાવનાત્મક જોડાણ વ્યક્ત કર્યું છે. નોંધનીય છે કે, લગભગ 44% તેમના પ્રથમ ફર્નિચર પીસની રજૂઆત કોમ્યુનલ સ્પેસ તરીકે કરી હતી. રિસર્ચ અનુસાર, 1/3 ગ્રાહકોએ પોતાના ઘરને એક સેન્ચુરી સાથે સરખાવ્યું છે. જ્યારે 74 ટકા માને છે કે, તેમના ઘર માટે પસંદ કરવામાં આવેલુ ફર્નિચર, ફર્નિશિંગ અને ડેકોર માત્ર તેમના પર્સનલ ગ્રોથ જ નહિં પરંતુ પ્રોફેશનલ અને નાણાકીય સધ્ધરતાને પ્રતિબિંબ કરે છે. ગોદરેજ ઈન્ટેરિયોના બિઝનેસ હેડ અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સ્વપ્નિલ નાગરકરે જણાવ્યા અનુસાર 48 ટકા લોકો કોઈપણ મોટી ઉજવણી કરવા પોતાના ઘરને ફરીથી સજાવે છે, સફાઈ કરી તેનુ રિફર્બિશિંગ કરે છે. 38% ઉત્તરદાતાઓએ લિવિંગ રૂમના પલંગ પર મિત્રો અને પરિવાર સાથે મૂવી નાઈટની પરંપરા અપનાવી છે. ભારતમાં ઘરની સજાવટ પારંપારિક સૌંદર્ય શાસ્ત્રથી ઘણી આગળ વધી ચૂકી છે. તે સાંસ્કૃતિક મૂલ્યો, લાગણીઓ અને વિકસતી હોમ સ્પેસ ડાયનેમિક્સનું પ્રતિબિંબ છે. ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની, ગોદરેજ એન્ડ બોયસનો બિઝનેસ, ગોદરેજ ઈન્ટેરિયો દ્વારા હાથ ધરવામાં આવેલુ નવુ રિસર્ચ ‘હોમસ્કેપ્સ’ અભ્યાસ દર્શાવે છે કે કેવી રીતે ગ્રાહકોના વ્યક્તિત્વ અને મૂલ્યો તેમના ઘર અને ઘરની સજાવટની પસંદગીમાં યુનિકનેસ દ્વારા વ્યક્ત થાય છે. આ સર્વે બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને લખનઉ સહિત 7 શહેરોમાં રહેતા 2822 ભારતીયો પર કરવામાં આવ્યો હતો.