અમદાવાદ, 8 ઓગસ્ટ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ લખનૌ (IIML) ખાતે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વિદ્યાર્થીઓને ઉત્સાહજનક સંબોધન કર્યુ હતું. તેમણે ભારત 2050 સુધીમાં 25 ટ્રિલિયન ડોલરનું આર્થિક પાવરહાઉસ બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યુવા અને મહત્વાકાંક્ષી વસ્તી, વિશાળ સ્થાનિક માંગ, વિશ્વ કક્ષાનું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભારતીય વિચારોને સમર્થન આપતી મૂડીનો ઉદય, આ ચાર પરિબળોને તેમણે દેશના ઉજ્વળ ભવિષ્ય નિર્માણમાં માટેના મુખ્ય પરિબળો ગણાવ્યા હતા.

ગૌતમ અદાણીએ યુવા વસ્તી, મજબૂત સ્થાનિક માંગ, આધાર અને UPI જેવા અદ્યતન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ભારતીય નવીનતાને બળ આપતી વધતી સ્થાનિક મૂડીને ભારતના ઉદય માટેના ડ્રાઇવર્સ ગણાવ્યા હતા.” ભારતના અનન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સને તેમણે સમાવેશક અને સ્કેલ માટેના લોન્ચપેડ ગણાવ્યા હતા.

ગૌતમ અદાણીની $25 ટ્રિલિયન ડોલરની આગાહી S&P ગ્લોબલ જેવી વૈશ્વિક સંસ્થાઓના અંદાજોને વટાવી જાય છે, જે 2030 સુધીમાં ભારતને ટોચના 3 અર્થતંત્ર તરીકે માને છે. અદાણીનું વિઝન માત્ર આર્થિક જ નહીં ગૌરવ અને કરુણાનું મૂળ ધરાવતા પુનઃકલ્પિત ભારત માટેનું આહ્વાન હતું.

અદાણીએ સાંસ્કૃતિક ગૌરવ સાથે ભારતના ઉત્થાન અને ઉદારતાના સભ્યતાગત મૂલ્યો પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતના ઉદયને નૈતિક વિજય તરીકે ગણાવ્યો હતો. કાવ્યાત્મક હિન્દીથી સજ્જ તેમનું સંબોધન ભારતના સ્વપ્નદ્રષ્ટાઓને આહ્વાન હતું.

ભારતનું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક સ્તરે અજોડ:

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ IIM લખનૌ ખાતે જણાવ્યું કે “આધાર, UPI અને ONDC સહિત ભારતનું જાહેર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક સ્તરે અજોડ છે અને 2050 સુધીમાં દેશને $25 ટ્રિલિયન અર્થતંત્ર તરફ દોરી જશે. વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે આ પ્લેટફોર્મ્સને “સમાવેશ, નવીનતા અને સ્કેલ માટેના લોન્ચપેડ” તરીકે ગણાવ્યા હતા

ગૌતમ અદાણીએ ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા ઉર્જા પ્રોજેક્ટ્સમાંના એક કોલસા પ્રોજેક્ટ પર તેમના જૂથ દ્વારા સામનો કરવામાં આવેલા ઉગ્ર વિરોધનું વર્ણન કર્યું હતું, તેને સ્થિતિસ્થાપકતા અને ભારતની ઉર્જા સુરક્ષાના પુરાવા તરીકે રજૂ કર્યા હતા. અદાણી ગ્રુપના ચેરમેને આંતરરાષ્ટ્રીય મીડિયા, કાર્યકરો અને કાનૂની પડકારોમાં પોતાને ખલનાયક તરીકે ચિતરવાની ગંભીર વાત કરી હતી.

ધારાવીનો પુનઃવિકાસ એ નૈતિક ફરજ છે, રિયલ એસ્ટેટ નહીં:

IM લખનૌ ખાતે ભાવુક સંબોધનમાં, ગૌતમ અદાણીએ મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીના પુનઃવિકાસને નૈતિક જવાબદારી ગણાવી હતી. અદાણી ગ્રુપના ચેરમેને કહ્યુ કે, “ધારાવી સુવિધા માટે નથી, તે અંતરાત્માનો અવાજ છે. જ્યારે કેટલાય લોકો આત્મગૌરવ વિનાનું જીવે છે ત્યારે કોઈ પણ રાષ્ટ્ર ઉભરી શકતું નથી.”

અદાણીએ પોતાનો સંકલ્પ સમજાવતા જણાવ્યું કે “લોકોના મતે તે ખૂબ જોખમી પ્રોજેક્ટ છે, રાજકીય પણ છે. તેથી જ મેં કહ્યું કે આપણે તે કરવો જોઈએ.” આ પ્રોજેક્ટ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો છે, ફક્ત ઇમારતો બનાવવાનો નહીં. ગૌતમ અદાણીએ ફક્ત કારકિર્દી નહીં, પણ વારસાના જતન માટે પ્રેરક હાંકલ હતી.  

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)