મીરે એસેટ નિફ્ટી એસડીએલ જૂન 2027 ઈન્ડેક્સ ફંડની રજૂઆત
- એનએફઓ ખુલશેઃ 25 માર્ચ, 2022
- એનએફઓ બંધ થશેઃ 29 માર્ચ, 2022
- લઘુત્તમ રોકાણઃ રૂ. 5,000 અને રૂ. 1ના ગુણાંકમાં
- નિફ્ટી SDL જૂન-2027 ઇન્ડેક્સમાં રોકાણ કરતું ઓપન-એન્ડેડ ટાર્ગેટ મેચ્યોરિટી ઇન્ડેક્સ ફંડ
- પ્રમાણમાં ઊંચા વ્યાજ દર જોખમ અને પ્રમાણમાં ઓછા ધિરાણ જોખમ સાથેની સ્કીમ
મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ નિફ્ટી એસડીએલ જૂન 2027 ઈન્ડેક્સ ફંડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે, જે નિફ્ટી એસડીએલ જૂન 2027 ઈન્ડેક્સને અનુસરતું ઓપન-એન્ડેડ ટાર્ગેટ મેચ્યોરિટી ઈન્ડેક્સ ફંડ છે. મિરે એસેટ નિફ્ટી એસડીએલ જૂન 2027 ઇન્ડેક્સ ફંડનું સંચાલન મહેન્દ્ર જાજૂ દ્વારા કરવામાં આવશે. એનએફઓ દરમિયાન સ્કીમમાં લઘુત્તમ પ્રારંભિક રોકાણ રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં કરી શકાશે.
ધ મિરે એસેટ નિફ્ટી એસડીએલ જૂન 2027 ઇન્ડેક્સ ફંડ કોઈપણ સમયે સબ્સ્ક્રાઇબ કરવા અથવા રિડીમ કરવાની સુગમતા ઓફર કરે છે એવું મિરે એસેટ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર અને સીઈઓ સ્વરૂપ મોહંતીએ જણાવ્યું હતું. મિરે એસેટ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રા. લિ. ના સીઆઈઓ – ફિક્સ્ડ ઈન્કમ મહેન્દ્ર જાજૂએ જણાવ્યું હતું કે, હાલમાં અસ્થિર અને અનિશ્ચિત વાતાવરણમાં જ્યાં મોટા ભાગના રોકાણકારો આગામી ત્રિમાસિક ગાળામાં વ્યાજ દરમાં સંભવિત વધારા અંગે ચિંતિત છે પરંતુ નીચા મની માર્કેટ રેટથી પણ નાખુશ છે, ત્યારે ટાર્ગેટ મેચ્યોરિટી ઇન્ડેક્સ ફંડ્સ અનુમાનિત વળતર અને ઉચ્ચ -ગુણવત્તાના પોર્ટફોલિયોનું સારું સંયોજન પ્રદાન કરે છે જેમાં ઊંચા વળતર કર્વથી ફાયદો થઈ શકે છે.
એનએફઓના મુખ્ય મુદ્દા એક નજરે
• ચોક્કસ પાકતી મુદત સાથે રોલ ડાઉન અભિગમ હોવાથી આ ફંડો અન્ય ઓપન-એન્ડેડ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સથી પોતાને અલગ પાડે છે, પણ સાથે લિક્વિડિટી, કર-કાર્યક્ષમ ઈન્ડેક્સેશન, સુલભતા અને વૈવિધ્યકરણસમાન ફાયદાકારક સુવિધાઓ પ્રદાન કરે છે.
• સામાન્ય રીતે સમાન પરિપક્વતાવાળી કેન્દ્ર સરકારની સિક્યોરિટીઝ કરતાં વધુ વળતર આપે છે
• કોઈ લોક-ઇન સમયગાળો નથી. રોકાણકારો ફંડના સંપૂર્ણ સમયગાળા દરમિયાન કોઈપણ સમયે સબ્સ્ક્રાઇબ અથવા રિડીમ કરી શકે છે
• પરંપરાગત નિશ્ચિત આવકના રોકાણની સરખામણીમાં કરવેરા પછીના પ્રમાણમાં વધુ ઊંચા વળતર મેળવવાનો હેતુ