NSE અને પહલે ઈન્ડિયા ફાઉન્ડેશને નાણા ક્ષેત્રની નીતિ સંક્ષેપોનો સંગ્રહ રજૂ કર્યો
મુંબઇ, 15 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) એ પહલે ઈન્ડિયા ફાઉન્ડેશન (PFI)ના સહયોગથી એન્વાયર્મેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ (ESG) પર કેન્દ્રિત 11 સેમિનાર્સની સિરીઝની આંતરદ્રષ્ટિ તેમજ ચર્ચાઓના સારને સમાવતા વિશિષ્ટ સંગ્રહના લોન્ચની જાહેરાત કરી હતી. આ અભૂતપૂર્વ પ્રકાશન એનએસઈ હેડક્વાર્ટર્સ ખાતે એક વિશેષ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગ અગ્રણીઓ, નીતિ ઘડનારાઓ તથા ટકાઉપણાના હિમાયતીઓ ઉપસ્થિત રહ્યા હતા.
એનએસઈ અને પીઆઈએફ દ્વારા રજૂ કરાયેલો સંગ્રહ આ પોલિસી બ્રીફ ધરાવે છે જે વર્તમાન ESG ક્ષેત્રમાં નીતિગત જરૂરિયાતો તથા ટકાઉ અને સમાન ભવિષ્ય માટેના વિઝનનો સાર રજૂ કરે છે.
આ પ્રસંગે એનએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે આજના બજારના માહોલમાં ESGની વિચારણાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “આ સંગ્રહ જે ચર્ચાઓ હાથ ધરાઈ તેનું કેવળ પ્રતિબિંબ જ નથી, તે આપણી ઇકોસિસ્ટમના કેન્દ્રમાં ટકાઉપણાને સંકલિત કરવા માટેની રૂપરેખા છે. તે જ્ઞાનની વહેંચણીની એક વર્ષ સુધી ચાલેલી સફર અને વધુ જવાબદાર બજારને પ્રોત્સાહન આપવા તરફના એક પગલાંનો નિચોડ છે.”
પહલે ઈન્ડિયા ફાઉન્ડેશનના ચેરમેન અને નીતિ આયોગના વાઇસ ચેરમેન ડો. રાજીવ કુમારે સેમિનાર્સ અને સંગ્રહની પાછળના સંયુક્ત પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “એનએસઈ સાથે અમારા સહયોગ દ્વારા અમે ESG અંગે અર્થપૂર્ણ ચર્ચા માટે એક પ્લેટફોર્મ ઊભું કરવા માંગતા હતા. આ સંગ્રહ એ ભારતમાં ટકાઉ વિકાસ તથા જવાબદાર બિઝનેસ પ્રેક્ટિસીસને પ્રોત્સાહન માટે અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.”
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)