મુંબઇ:  હાજર બજારોમાં નવા માલની આવકોનો વધતો બોજ કૄષિ કોમોડિટીનાં ભાવ ઉપર બોજ વધારી રહ્યો છે. આજે છુટક ખરીદી સિવાય મોટાભાગનાં કૄષિ કોમોડીટીનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.  જો કે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ  વધ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૭૮૭૨.૭૦ ખુલી સાંજે ૭૮૯૫.૬૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૮૭૪ રૂ. ખુલી ઉંચામાં ૭૮૭૪ તથા નીચામાં ૭૮૭૪ રૂ. થઇ સાંજે ૭૮૭૪ રૂ. બંધ રહ્યા હતા.

NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે  જીરાનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટો લાગી હતી. જ્યારે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૧૨૯ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૫૮ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, કપાસ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે જીરૂ તથા સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૭૦૦ રૂ. ખુલી ૬૬૦૬  રૂ., દિવેલનાં ભાવ ૧૪૦૦ રૂ. ખુલી ૧૪૦૦ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૬૮૩ રૂ. ખુલી ૨૬૭૯ રૂ., ધાણા ૬૯૩૪ રૂ. ખુલી ૬૯૨૨ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૯૦૧ રૂ. ખુલી ૫૮૬૦ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૪૫૦ રૂ. ખુલી ૧૨૩૬૧ રૂ., જીરાનાં ભાવ ૩૦૨૩૦ રૂ. ખુલી ૩૧૩૧૫ રૂ., કપાસનાં ભાવ ૧૬૨૧.૦૦ રૂ. ખુલી ૧૬૧૫.૦ રૂ., સ્ટીલના ભાવ ૪૯૩૫૦ ખુલી ૪૯૫૦૦ રૂ. અને હળદરનાં ભાવ  ૭૧૦૮  રૂ. ખુલી ૭૦૪૦ રૂ. બંધ રહ્યા હતા.