મુંબઇ, તા. ૫ એપ્રિલ: હાજર મંડીઓમાં નીચા મથાળે નીકળેલી સાર્વત્રિક ખરીદીનાં કારણે વાયદામાં પણ કૄષિ પેદાશોનાં ભાવોમાં એકંદરે સુધારો જોવા મળ્યો હતો. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા.

NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે જીરાનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટો લાગી હતી. જીરાનાં વાયદા કારોબાર ૨૮૯ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૩૬૬ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા તથા દિવેલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસિયા ખોળ,  ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ, સ્ટીલ, હળદર તથા કપાસનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૧૧૨ રૂ. ખુલી ૬૦૮૬  રૂ., દિવેલનાં ભાવ ૧૨૫૯ રૂ. ખુલી ૧૨૫૯ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૮૫૦ રૂ. ખુલી ૨૮૬૨ રૂ., ધાણા ૬૬૮૪ રૂ. ખુલી ૬૭૬૮ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૭૬૮ રૂ. ખુલી ૫૮૦૯ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૭૨૨  રૂ. ખુલી ૧૧૮૩૬ રૂ., જીરાનાં ભાવ ૩૫૧૭૦ રૂ. ખુલી ૩૬૩૧૫ રૂ., કપાસનાં ભાવ ૧૫૮૩.૦૦ રૂ. ખુલી ૧૬૦૬.૦ રૂ., સ્ટીલના ભાવ ૪૮૮૦૦ ખુલી ૪૮૮૦૦ રૂ. અને હળદરનાં ભાવ  ૬૮૯૮  રૂ. ખુલી ૬૯૩૨ રૂ. બંધ રહ્યા હતા.