મુંબઇ, ૨૨ માર્ચ: હાજર બજારોમાં નીચા મથાળે લેવાલી નીકળતાં કૄષિ કોમોડિટીનાં વાયદામાં પણ ખરીદી જોવા મળી હતી. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. પરંતુ ગુવારેક્ષ આજે સવારે ૭૫૪૭.૧૦ ખુલી સાંજે ૭૫૪૩.૫૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૫૩૭રૂ. ખુલી ઉંચામાં ૭૫૩૭ તથા નીચામાં ૭૫૩૭રૂ. થઇ સાંજે ૭૫૩૭રૂ. બંધ રહ્યા હતા.

NCDEX ખાતે આજે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૧૭૨ કરોડરૂ.નાં વેપાર સાથે જ્યારે જીરાનાં વાયદા કારોબાર ૨૦૮ કરોડરૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ તથા હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસ તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૩૭૦રૂ. ખુલી ૬૪૪૬ રૂ., દિવેલનાં ભાવ ૧૩૨૮રૂ. ખુલી ૧૩૨૮રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૭૦૦રૂ. ખુલી ૨૭૪૧રૂ., ધાણા ૭૦૩૦રૂ. ખુલી ૭૨૩૮રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૬૭૪રૂ. ખુલી ૫૬૭૫રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૯૨૦રૂ. ખુલી ૧૧૯૦૦રૂ., જીરાનાં ભાવ ૩૩૯૧૦રૂ. ખુલી ૩૪૯૬૫રૂ., કપાસનાં ભાવ ૧૫૯૮.૦૦રૂ. ખુલી ૧૫૭૨.૦રૂ., સ્ટીલના ભાવ ૪૮૫૦૦ ખુલી ૪૮૨૬૦રૂ. અને હળદરનાં ભાવ  ૬૮૫૦ રૂ. ખુલી ૬૯૨૮રૂ. બંધ રહ્યા હતા.