NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, ગુવાર ગમના વાયદામાં નીચલી સર્કિટ
મુંબઇ, તા. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૩: નીચા મથાળે ચોક્કસ કોમોડિટીમાં ખરીદી નીકળતાં હાજર બજારોમાં થોડી ગરમી જોવા મળી હતી. જેનાં કારણે વાયદામાં પણ આજે બેતરફી વધઘટ જોવા મળી હતી. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૮૩૧૧.૭૦ ખુલી સાંજે ૮૨૬૫.૩૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૩૩૦ રૂ. ખુલી ઉંચામાં ૮૩૩૦ તથા નીચામાં ૮૩૩૦ રૂ. થઇ સાંજે ૮૩૩૦ રૂ. બંધ રહ્યા હતા.
NCDEX ખાતે આજે મસાલા વધ્યા મથાળે તથા ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવાર ગમનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટો લાગી હતી.આજે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૨૩૩ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૨૫ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.
NCDEX ખાતે આજે એરંડા,દિવેલ, કપાસિયા ખોળ, ગુવાર ગમ, ગુવાર સીડ તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ધાણા, જીરૂ, કપાસ તથા હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૯૮૨ રૂ. ખુલી ૭૦૧૨ રૂ., દિવેલનાં ભાવ ૧૪૪૮ રૂ. ખુલી ૧૪૪૮ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૮૩૭ રૂ. ખુલી ૨૮૩૬ રૂ., ધાણા ૭૯૬૨ રૂ. ખુલી ૮૦૬૦ રૂ. ગુવાર સીડનાં ભાવ ૬૧૬૯ રૂ. ખુલી ૬૦૩૩ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૩૩૦૨ રૂ. ખુલી ૧૩૦૧૧ રૂ., જીરાનાં ભાવ ૩૨૦૧૫ રૂ. ખુલી ૩૨૩૮૫ રૂ., કપાસનાં ભાવ ૧૬૦૬.૦૦ રૂ. ખુલી ૧૬૦૯.૦ રૂ., સ્ટીલના ભાવ ૫૦૩૪૦ ખુલી ૫૦૧૨૦ રૂ. અને હળદરનાં ભાવ ૭૮૭૦ રૂ. ખુલી ૭૮૭૪ રૂ. બંધ રહ્યા હતા.