મુંબઇ: હાજર બજારોમાં ખરીદીના અભાવે વાયદા સુસ્ત હતા. તેથી કૄષિ કોમોડિટીનાં ભાવમાં નરમાઇ  જોવા મળી હતી. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૬૫૧.૭૦ ખુલી સાંજે ૭૬૨૧.૨૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૬૫૩ રૂ. ખુલી ઉંચામાં ૭૬૫૩ તથા નીચામાં ૭૬૫૩ રૂ. થઇ સાંજે ૭૬૫૩ રૂ. બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૩૧૫ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૬૭ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ, કપાસ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ધાણા તથા સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૫૭૦ રૂ. ખુલી ૬૪૭૨  રૂ., દિવેલનાં ભાવ ૧૩૭૯ રૂ. ખુલી ૧૩૭૯ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૬૧૧ રૂ. ખુલી ૨૫૬૩ રૂ., ધાણા ૬૯૧૪ રૂ. ખુલી ૬૯૪૦ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૭૩૨ રૂ. ખુલી ૫૭૧૧ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૧૧૪ રૂ. ખુલી ૧૨૦૭૪ રૂ., જીરાનાં ભાવ ૩૨૦૪૦ રૂ. ખુલી ૩૧૯૨૫ રૂ., કપાસનાં ભાવ ૧૬૦૨.૦૦ રૂ. ખુલી ૧૬૦૦.૦ રૂ., સ્ટીલના ભાવ ૪૮૬૦૦ ખુલી ૪૮૮૨૦ રૂ. અને હળદરનાં ભાવ  ૭૦૮૨  રૂ. ખુલી ૭૦૪૪ રૂ. બંધ રહ્યા હતા.