મુંબઇ, તા. ૦૩ મે ૨૦૨૩: હજાર બજારોમાં નીચા મથાળે ખરીદી નીકળતાં કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા. જેની વાયદામાં  પણ અસર જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૨૧ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.

NCDEX ખાતે આજે હળદરનાં અમુક વાયદામા ચાર થી છ ટકાની ઉપલી સર્કિટો લાગી હતી. ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૫૯ કરોડરૂ.નાં વેપાર સાથે જ્યારે જીરાનાં વાયદા કારોબાર ૨૭૩ કરોડરૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, ધાણા, ગુવાર ગમ,ગુવાર સીડ કપાસ તથા હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે  કપાસિયા ખોળ, ઇસબગુલ, જીરૂ તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૫૯૪૫રૂ. ખુલી ૬૦૧૧ રૂ., દિવેલનાં ભાવ ૧૨૦૯રૂ. ખુલી ૧૨૦૯રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૮૧૫રૂ. ખુલી ૨૮૦૯રૂ., ધાણા ૬૬૬૦રૂ. ખુલી ૬૬૯૪રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૫૬૪રૂ. ખુલી ૫૫૮૧રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૧૬૦ રૂ. ખુલી ૧૧૧૬૦રૂ., ઇસબગુલનાં ભાવ ૨૪૫૫૦રૂ. ખુલી ૨૪૪૦૦રૂ.,  જીરાનાં ભાવ ૪૫૫૬૦રૂ. ખુલી ૪૫૪૯૦રૂ., કપાસનાં ભાવ ૧૬૦૭.૦૦રૂ. ખુલી ૧૬૦૭. ૦૦રૂ., સ્ટીલના ભાવ ૪૬૫૫૦ ખુલી ૪૬૨૬૦રૂ. અને હળદરનાં ભાવ  ૭૧૪૮ રૂ. ખુલી ૭૨૧૪રૂ. બંધ રહ્યા હતા.