NCDEX: ગુવારેક્ષમાં સુધારો, ગુવારગમ તથા ગુવારસીડમાં ઉપલી સર્કિટ
મુંબઇ, તા. ૦૯ માર્ચ: હોળીનાં તહેવારો બાદ આજે રાબેતા મુજબ શરૂ થયેલા હાજર તથા વાયદાનાં વેપારમાં તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. કૄષિ કોમોડિટીનાં ભાવમાં એકંદરે ગરમી જોવા મળી હતી. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ વધ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૪૬૦.૮૦ ખુલી સાંજે ૭૬૦૯.૫૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૪૭૯રૂ. ખુલી ઉંચામાં ૭૪૭૯ તથા નીચામાં ૭૪૭૯રૂ. થઇ સાંજે ૭૪૭૯રૂ. બંધ રહ્યા હતા.
NCDEX ખાતે આજે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવાર ગમ તથા ગુવાર સીડનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટો લાગી હતી. ગુવાર ગમનાં વાયદા કારોબાર ૨૫૯ કરોડરૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૩૩૮ કરોડરૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.
NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ, કપાસ તથા હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૩૭૮રૂ. ખુલી ૬૪૨૦રૂ., દિવેલનાં ભાવ ૧૩૩૬રૂ. ખુલી ૧૩૩૬રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૫૪૯રૂ. ખુલી ૨૫૬૬રૂ., ધાણા ૬૯૯૦રૂ. ખુલી ૬૯૯૦રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૫૬૦રૂ. ખુલી ૫૭૫૪રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૬૬૧રૂ. ખુલી ૧૨૧૨૯રૂ., જીરાનાં ભાવ ૩૦૩૦૦રૂ. ખુલી ૩૦૩૬૦રૂ., કપાસનાં ભાવ ૧૫૯૩.૦૦રૂ. ખુલી ૧૫૯૯.૦રૂ., સ્ટીલના ભાવ ૫૦૦૧૦ ખુલી ૪૯૭૫૦રૂ. અને હળદરનાં ભાવ ૬૮૮૬રૂ. ખુલી ૬૯૦૬રૂ. બંધ રહ્યા હતા.