મુંબઇ, ૨૦ જુન: વરસાદે પોરો ખાધા બાદ ગુજરાત તથા રાજસ્થાનમાં કામકાજ રાબેતા મુજબ થયા હતા. આજે હાજર બજારોમાં કૄષિ પેદાશોનાં ભાવ ઉંચકાયા હતા. NCDEX ખાતે આજે મગફળી (ફોતરા સાથે)ના વાયદા લાંબા સમયનાં વિરામ બાદ ફરી શરૂ કરવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે ૩૨૫ ટનનાં વેપાર થયા હતા. ઇસબગુલ સીડનાં વાયદામાં ૯ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.         

NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે હળદરનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. જો કે અન્ય વાયદા ઘટ્યા હતા.   આજે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૭૬ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે જીરાનાં વાયદા કારોબાર ૨૧૩ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ, કપાસ, હળદર તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ઇસબગુલ તથા મગફળીનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા.  આજે એરંડાના ભાવ ૫૮૯૧ રૂ. ખુલી ૫૮૦૫  રૂ., દિવેલનાં ભાવ ૧૧૯૬ રૂ. ખુલી ૧૧૯૬ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૬૦૦ રૂ. ખુલી ૨૫૯૦ રૂ., ધાણા ૬૪૧૦ રૂ. ખુલી ૬૩૨૬ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૩૨૧ રૂ. ખુલી ૫૨૫૬ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૦૨૭૦  રૂ. ખુલી ૧૦૧૨૯ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૪૬૦૦ રૂ. ખુલી ૨૫૦૦૦ રૂ.,  જીરાનાં ભાવ ૫૨૩૯૦ રૂ. ખુલી ૫૧૭૧૦ રૂ., મગફળીનાં ભાવ ૬૮૫૯ રૂ. ખુલી ૭૦૬૮ રૂ., કપાસનાં ભાવ ૧૫૦૦.૦૦ રૂ. ખુલી ૧૪૯૯.૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૬૭૭૦ ખુલી ૪૬૬૫૦ રૂ. અને હળદરનાં ભાવ  ૮૯૦૦  રૂ. ખુલી ૮૮૧૨ રૂ. બંધ રહ્યા હતા.