NCDEX: કપાસિયા ખોળ-ઇસબગુલમાં નીચલી સર્કિટ, સ્ટીલમાં સુધારો
મુંબઇ, ૭ જુન: નીચા મથાળે હાજર બજારોમાં લેવાલી નીકળતાં વાયદામાં પણ માહોલ ગરમાયો હતો. કૄષિ પેદાશોનાં ભાવ આજે વધ્યા હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૧૨ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ઇસબગુલ તથા કપાસિયા ખોળનાં અમુક દૂરનાં વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટો લાગી હતી. જો કે અન્ય વાયદા ઉંચા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૩૪ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે જીરાનાં વાયદા કારોબાર ૨૫૭ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણાં, ગુવાર ગમ, ગુવાર સીડ, ઇસબગુલ, જીરૂ, હળદર, સ્ટીલ તથા કપાસનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૫૪૧૦ રૂ. ખુલી ૫૪૩૮ રૂ., દિવેલનાં ભાવ ૧૧૧૨ રૂ. ખુલી ૧૧૧૨ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૫૦૨ રૂ. ખુલી ૨૫૪૨ રૂ., ધાણા ૫૯૫૮ રૂ. ખુલી ૬૦૦૨ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૪૦૫ રૂ. ખુલી ૫૪૨૨ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૦૬૯૯ રૂ. ખુલી ૧૦૭૨૬ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૩૧૫૫ રૂ. ખુલી ૨૩૩૦૦ રૂ., જીરાનાં ભાવ ૪૬૪૪૫ રૂ. ખુલી ૪૬૮૫૦ રૂ., કપાસનાં ભાવ ૧૫૦૮.૦૦ રૂ. ખુલી ૧૫૨૨. ૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૬૫૦૦ ખુલી ૪૬૮૧૦ રૂ. અને હળદરનાં ભાવ ૭૪૬૬ રૂ. ખુલી ૭૬૮૬ રૂ. બંધ રહ્યા હતા.