ડિમર્જરઃ પિરામલ એન્ટર.ના 1 શેરદીઠ 4 શેર્સ પિરામલ ફાર્માના મળશે
બિઝનેસ ગુજરાત . મુંબઇ
પિરામલ એન્ટરપ્રાઇસિસના કોર્પોરેટ સ્ટ્રક્ચરમાં ફેરફાર માટે એનસીએલટી તરફથી ડિમર્જર માટે મંજૂરી મળી ગઇ છે. તેના આધારે હવે પિરામલ એન્ટરપ્રાઇસિસ તેના ફાર્મા ડિવિઝનને અલગ કંપની તરીકે લિસ્ટેડ કરાવશે. ડિમર્જર અનુસાર પિરામલ એન્ટરપ્રાઇસિસ (PEL) ના શેરધારકોને પિરામલ એન્ટરપ્રાઇસિસના 1 શેરદીઠ પિરામલ ફાર્માના 4 શેર ફાળવવામાં આવશે. બન્ને કંપનીઓ હવે શેરબજારો ઉપર અલગ અલગ લિસ્ટિંગ ધરાવશે.
આ અંગે કંપનીના ચેરપર્સન અજય પિરામલે જણાવ્યું કે, ફાર્મા બિઝનેસના ડિમર્જર સાથે કોર્પોરેટ સ્ટ્રક્ચર સરળ બનવાથી અમે ઝડપથી માઇલસ્ટોન્સ હાંસલ કરી શકીશું. પિરામલ ફાર્માનું લિસ્ટિંગ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કરાવીશું. પિરામલ ફાર્માનું લિસ્ટિંગ એ ફાર્મા સેક્ટરમાં 1 અબજ ડોલરની રેવન્યુ સાથેનું સૌથી મોટી લિસ્ટેડ કંપની બનાવશે.
પિરામલ એન્ટરપ્રાઇસિસના શેરની સ્થિતિ
છેલ્લો બંધ | 1919.95 |
વર્ષની ટોચ | 3013 |
વર્ષની બોટમ | 1561 |
મન્થલી હાઇ/લો | 1929.55/1647.10 |
વિકલી હાઇ/લો | 1929.55/1728.00 |
ડિવિડન્ડ ટ્રેક રેકોર્ડ
14 Jul 2022 | 33.0000 |
06 Jul 2021 | 33.0000 |
16 Jul 2020 | 14.0000 |
18 Jul 2019 | 28.0000 |
19 Jul 2018 | 25.0000 |
21 Jul 2017 | 21.0000 |
17 Mar 2016 | 17.5000 |
28 Jul 2015 | 20.0000 |
15 Jul 2014 | 52.5000 |
15 Jul 2013 | 17.5000 |
09 Jul 2012 | 17.5000 |