નેક્સઝુ મોબિલિટીએ સ્માર્ટ ઇવી પાર્ક સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા
નવી-મુંબઈ/ગાંધીનગર, 24 ડિસેમ્બર: નેક્સઝુ મોબિલિટીએ ભારતના પ્રથમ સ્માર્ટ ઈવી પાર્કને વિકસાવવા માટે,ગુજરાત સરકાર સાથે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. તે દેશના ગતિશીલતા લેન્ડસ્કેપને ફરીથી વ્યાખ્યાયિત કરશે. કંપની પાર્કની સ્થાપના માટે આગામી ૧૦ વર્ષમાં રૂપિયા ૫,૦૦૦ કરોડનું રોકાણ કરશે. જે ૫,૦૦૦થી વધુ લોકોને માટે રોજગારીનું સર્જન કરશે તેવી અપેક્ષા છે. પ્રોજેક્ટને જમીન ફાળવવામાં આવ્યા બાદ આવતા વર્ષે તેનું કામ શરૂ થશે. ઈવી કંપનીઓ, વ્યાવસાયિકો, માલિકો અને વપરાશકર્તાઓ માટે સંકેન્દ્રિત વિસ્તારમાં ઇકોસિસ્ટમને સક્ષમ કરી બનાવીને, તેની સપ્લાય ચેઇનને સુવ્યવસ્થિત કરીને અને વિચારોના,જ્ઞાન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરિંગના ક્રોસ પોલિનેશનને સક્ષમ કરીને વ્યાપક ઉકેલો પૂરા પાડતા હબ તરીકે કાર્ય કરશે.
કંપની ૧૦ વર્ષના સમયગાળામાં રાજ્યમાં રૂપિયા ૫,000 કરોડનું રોકાણ કરશે
નેક્સઝુ મોબિલિટીના સ્થાપક અતુલ્ય મિત્તલે કહ્યું પાર્કની સ્થાપનાથી રાજ્યની ઈવી ઉત્પાદન હબ તરીકેની સ્થિતિ મજબૂત થશે અને આ ઉદ્યોગમાં ‘મેક-ઈન-ઈન્ડિયા,મેક-ફોર-ધ-વર્લ્ડ’ પહેલને સમર્થન મળશે. નેક્સઝુ મોબિલિટીના બિઝનેસ હેડ ચિંતામણી સરદેસાઈએ જણાવ્યું હતું કે, ભારતીય ઈવી ઈકોસિસ્ટમમાં આ પ્રકારનો આ પ્રથમ પ્રયાસ છે અને તે દેશમાં ઈવી લેન્ડસ્કેપને બદલવાની ક્ષમતા ધરાવે છે. આ હબ પર, અમે બેટરી ઉત્પાદકો સાથે તમામ ક્ષેત્રોમાં કોમર્શિયલ તેમજ પેસેન્જર વાહનોનું ઉત્પાદન કરતા OEMsને સપોર્ટ પ્રદાન કરીશું. આ સુવિધામાં ડ્રાઇવરો અને મિકેનિક્સ માટે પ્રશિક્ષણ શાળાઓ પણ હશે, જેમાં ઉત્પાદકોને હોમોલોગેશન પહેલાં પરીક્ષણ કરવામાં મદદ કરવા માટે ટેસ્ટ ટ્રેક પણ હશે. ઈવી સિટી સ્થાયીપણા પર ધ્યાન કેન્દ્રિત કરીને નવા યુગના ઈવી સ્ટાર્ટ-અપ્સ માટે ઇન્ક્યુબેશન હબ તરીકે પણ કામ કરશે.