મકર સંક્રાતિ નિમિત્તે આજે કેવો રહેશે શેરબજારમાં માહોલ? જાણો સેન્સેક્સ-નિફ્ટીની આગામી ચાલ
અમદાવાદ, તા. 14 જાન્યુઆરીઃ વૈશ્વિક બજારોમાં મિક્સ વલણ તેમજ મકર સંક્રાતિ નિમિત્તે રજાના માહોલ વચ્ચે આજે ભારતીય શેરબજાર ઘટાડા તરફી ટ્રેડ થવાની આશંકા છે. ગિફ્ટ નિફ્ટી પણ નબળો કૂલ્યો હતો. જે 53 પોઈન્ટના ઘટાડે 25738ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.વોલેટિલિટી ઈન્ડેક્સ પણ 6 ટકા ઉછાળે 15.98 પર કારોબાર થઈ રહ્યો છે. જે બજારમાં અસ્થિરતા જળવાઈ રહેવાનો સંકેત આપે છે.
પશ્ચિમી બજારોમાંથી મિશ્ર સંકેતો વચ્ચે એશિયન શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા.JPMorganમાં મોટો કડાકો અને ઊંચા મથાળે વેચવાલી વધતાં વોલ સ્ટ્રીટ રેકોર્ડ ઊંચાઈએથી ઘટ્યો હતો. બીજી તરફ યુએસ CPI ફુગાવો અપેક્ષિત રહ્યો હતો. જે આગામી સમયમાં વ્યાજના દરો જાળવી રાખવાનો સંકેત આપે છે. બજારનું હવે મુખ્ય ફોકસ યુએસ સુપ્રીમ કોર્ટના ટેરિફ સંબંધિત અભિપ્રાયના પરિણામ અને નાણાકીય કંપનીઓના કમાણીના પરિણામ પર રહેશે.

શેરબજારમાં ભારે વોલેટિલિટી
શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે. ગઈકાલે મંગળવારે સેન્સેક્સ ભારે અફરા-તફરીના અંતે 250.48 પોઈન્ટ ઘટી 83627.69 પર અને નિફ્ટી 57.95 પોઈન્ટ ઘટી 25,732.30 પર બંધ રહ્યો હતો.સ્થાનિક સ્તરે ફુગાવો ડિસેમ્બરમાં વધી 2.6 ટકા નોંધાયો છે. જો કે, આરબીઆઈની નિર્ધારિત મર્યાદા હેઠળ રહ્યો છે. કોર્પોરેટ પરિણામો શરૂ થઈ ચૂક્યા છે. આઈટી કંપનીઓના નફામાં ઘટાડાથી શેરોમાં દબાણ જોવા મળ્યું છે. શેરબજારની આગામી ચાલ નાણાકીય કંપનીઓની કમાણીના પરિણામ અને ટ્રમ્પ દ્વારા ઈરાન સાથે વેપાર કરનારા દેશો પર 25 ટકા ટેરિફની સત્તાવાર જાહેરાત પર રહેશે.

Sectors to Watch: મેટલ અને ઓઈલ શેરોમાં તેજી જળવાઈ રહેવાની શક્યતા માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. તદુપરાંત રિયાલ્ટી, પસંદગીના આઈટી શેર્સ અને કેપિટલ શેર પર ફોકસ રાખવા સલાહ છે.
ટેક્નિકલ વ્યૂહઃ
માર્કેટ નિષ્ણાતના મતે, નિફ્ટી માટે નજીકના ગાળામાં સપોર્ટ લેવલ 25670-25601 અને રેઝિસ્ટન્સ લેવલ 25862-25938 રહેવાનો આશાવાદ છે.બેન્ક નિફ્ટી માટે 59544 – 59368 સપોર્ટ લેવલ અને રેઝિસ્ટન્સ લેવલ 59910-60099 રહેવાની શક્યતા છે. દૈનિક ચાર્ટ પર લાંબા નીચા શેડો સાથે એક લાંબી બેર કેન્ડલ બની હતી. ટેકનિકલી, બજારની આ સ્થિતિ નિફ્ટી માટે 25,900 – 26,000 સ્તરની આસપાસ મહત્વપૂર્ણ ઓવરહેડ રેઝિસ્ટન્સ દર્શાવે છે.
પરંતુ નીચલા સપોર્ટની નજીકથી ખરીદી શરૂ થઈ ગઈ છે. આ એક સકારાત્મક સંકેત છે અને ટૂંકા ગાળામાં અંતિમ બ્રેકઆઉટની શક્યતા તરફ સંકેત આપે છે
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
