સેન્સેક્સનો છ દિવસનો સુધારો બે દિવસમાં ધોવાયો, રોકાણકારોની મૂડીમાં 6.58 લાખ કરોડનું ધોવાણ

ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારાની ભીતિ તેમજ વૈશ્વિક શેરબજારોમાં ઘટાડાના પગલે ભારતીય શેરબજારોમાં ફરી પાછી વોલેટિલિટી વધી છે. સેન્સેક્સમાં છ દિવસનો સુધારો બે દિવસમાં ધોવાતાં રોકાણકારોની મૂડી 6.58 લાખ કરોડ ઘટી છે. ગુરૂવારે બીએસઈ ખાતે કુલ માર્કેટ કેપ 280.53 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. જે હાલ ઘટી રૂ. 273.95 લાખ કરોડ થઈ છે. માર્કેટ નિષ્ણાતોના મત અનુસાર બે માસમાં 15 ટકાની રિકવરી બાદ પ્રોફીટ બુકિંગ પ્રેશરના કારણે નિફ્ટી ફરી એકવાર 17000- 17100ની રેન્જ સુધી ઘટી શકે છે. પરંતુ  મોટી ગભરાટભરી સ્થિતિ સર્જાવાની શક્યતા ઓછી જણાય છે. ઈન્ડિયન ઇકોનોમિની ગ્રોથ સ્ટોરી પોઝિટીવ રહેવા સાથે લોંગ ટર્મ ટ્રેન્ડ સારો રહેશે.

બહુ જ જૂની કહેવત “શેરબજારમાં તેજી આવે કીડી વેગે અને મંદી આવે હાથી વેગે” અનુસાર તા. 10 ઓગસ્ટથી તા. 18 ઓગસ્ટ દરમિયાન 5 દિવસમાં સેન્સેક્સે 1481 પોઇન્ટનો સુધારો નોંધાવવા સાથે 60000 પોઇન્ટની સપાટી ક્રોસ કરવા સાથે તા. 18 ઓગસ્ટના રોજ 60341 પોઇન્ટની ઊંચી સપાટીએ આંબી 60298 પોઇન્ટ બંધ રહ્યો હતો. પરંતિ ત્યારબાદ શરૂ થયેલું બે દિવસીય કરેક્શન માર્કેટને ભારે પડી રહ્યું છે. બે જ દિવસમાં સેન્સેક્સે 1524 પોઇન્ટનો કડાકો પણ નોંધાવી દીધો છે.

આજે સવારે જ માર્કેટ આઉટલૂકમાં વાચકમિત્રોનું ધ્યાન દોર્યું હતું કે….

સળંગ પાંચમાં સપ્તાહે નિફ્ટીએ પોઝિટિવ નોટ સાથે બંધ આપ્યું હોવા છતાં ચાર્ટ ઉપર તેની ડિસેન્ડિંગ ચેનલની અપર બેન્ડ ઉપર દોજી પેટર્ન રચી છે. જે નોંધપાત્ર ઘટાડાનો સંકેત આપે છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ સૂચવે છે કે, ઓવરઓલ માર્કેટ ટ્રેન્ડ નેગેટિવ જણાય છે. છતાં 17800નો સપોર્ટ જળવાઇ રહે ત્યાં સુધી સુધારાની આગેકૂચની સંભાવના રહેલી છે. શોર્ટટર્મ ટ્રેન્ડમાં નિફ્ટી 17550 અને ત્યારબાદ 17350નું લેવલ દર્શાવી શકે છે. ઉપરમાં નિફ્ટી માટે 18000 અને ત્યારબાદ 18100નું લેવલ મહત્વની રેઝિસ્ટન્સ સાબિત થઇ શકે છે.

રિસ્ક રિટર્ન રેશિયો રોકાણકારોની તરફેણમાં નથી

વર્તમાન રિસ્ક- રિટર્ન રેશિયો રોકાણકારોની તરફેણમાં નથી કારણે નિફ્ટી-50 હાલમાં 21.5x P/E (1yr fwd basis)ના પ્રિમિયમ વેલ્યૂએશનથી ટ્રેડ કરી રહ્યો છે. જે તેની લોંગટર્મ એવરેજની ઉપર છે. સતત વધી રહેલા ડોલર ઇન્ડેક્સ ઉપરાંત ઊંચી US10 year bond yield જોતાં માર્કેટનો શોર્ટટર્મ મૂડ ફરી કરેક્શન તરફ ફંટાયો હોવાનું જણાય છે. – વિનોદ નાયર, જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિસ

સેન્સેક્સ પેકમાં 30 પૈકી 28 શેર્સમાં ઘટાડાની ચાલ

વિગતસુધર્યાઘટ્યા
સેન્સેક્સ228

બીએસઇ માર્કેટબ્રેડ્થ  નેગેટિવ

કુલ ટ્રેડેડસુધર્યાઘટ્યા
370611722387

સેન્સેક્સમાં 5 દિવસનો 1481 પોઇન્ટનો સુધારો

DateOpenHighLowClose
10/08/202258,977.3458,984.3258,583.3658,817.29
11/08/202259,320.4559,484.9959,251.1459,332.60
12/08/202259,235.9859,538.0859,113.0159,462.78
16/08/202259,675.1259,923.0359,673.9659,842.21
17/08/202259,938.0560,323.2559,857.8060,260.13
18/08/202260,080.1960,341.4159,946.4460,298.00

સેન્સેક્સમાં બે દિવસમાં 1524 પોઇન્ટનો કડાકો

19/08/202260,351.2360,411.2059,474.5759,646.15
22/08/202259,361.0859,402.5058,705.1158,773.87