ઓટો, એફએમસીજી, કેપિટલ ગુડ્સ ગૂંજ્યાં, અંડરટોન સુધારા તરફી

સાપ્તાહિક ધોરણે જોઇએ તો બીએસઇ સેન્સેક્સે 764 પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો છે. પરંતુ શુક્રવારના સુધારામાં સેન્સેક્સે 344.63 પોઇન્ટના સુધારા સાથે 53760.78 પોઇન્ટનું મથાળું નોંધાવ્યું છે. તો નિફ્ટીએ પણ 16000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી વટાવીને સંકેત આપ્યો છે કે માર્કેટનો અંડરટોન સુધારા તરફી રહ્યો છે. નિફ્ટી 110.55 પોઇન્ટના સુધારા સાથે 16049.20 પોઇન્ટ બંધ રહ્યો છે. ઓટો, એફએમસીજી, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટર્સમાં સુધારાની ચાલ સાથે સ્મોલકેપ અને મિડકેપ્સમાં પણ સ્ટોક સ્પેસિફિક ધીમો સુધારો જારી રહ્યો હતો. માર્કેટ સોમવારે એચડીએફસી બેન્કના નંબર્સને પ્રતિસાદ કેવો આપે છે તે જોવાનું રહેશે.

ટેકનિકલી નિફ્ટી 15858 પોઇન્ટની સપાટી જાળવે તે જરૂરી

ડેઇલી ચાર્ટ ઉપર નિફ્ટીએ 15183 પોઇન્ટનું બોટમ બનાવ્યા બાદ ઉપરમાં 16000 ક્રોસ કર્યું છે. તેજી વાળાઓ માટે હવે 15858 પોઇન્ટની સપાટીએ નિફ્ટી ટકી રહે તે જરૂરી રહેશે. ઉપરમાં 16275 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ ગણીને આગળની સ્ટ્રેટેજી નક્કી કરવી તેવી સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે. 20 ડે- SMA (simple moving average 15,843)ની નીચે જાય તો પછી ડાઉનસ્વીંગનો સંકેત સમજવો. ઉપરમાં 16275 ક્રોસ થાય પછી જ મિડિયમ સુધારા માટે વિચારવાની પણ સલાહ મળી રહી છે. 18ની નીચે રહેલા volatility indexના કારણે પણ તેજીવાળાઓ આશાવાદી બન્યા છે.

MACD (moving average convergence divergence) અને RSI તેમજ સ્ટોકેસ્ટીક્સ સજેસ્ટ કરે છે કે માર્કેટમાં પોઝિટિવ ક્રોસઓવરની પૂરેપૂરી આશા બંધાયેલી છે.

સેન્સેક્સની સાપ્તાહિક વધઘટ એક નજરે

DateOpenHighLowClose
7/07/202254,146.6854,254.7953,927.2654,178.46
8/07/202254,574.4354,627.1454,278.7754,481.84
11/07/202254,248.6054,527.9054,090.5354,395.23
12/07/202254,219.7854,236.4953,824.9753,886.61
13/07/202254,210.1054,211.2253,455.2653,514.15
14/07/202253,688.6253,861.2853,163.7753,416.15