નિફ્ટી FY25માં ઉપરમાં 25500 અને નીચામાં 19,500-20000ની આગાહીઃ FY25 માટે કયા શેર્સ- સેક્ટર્સમાં કરશો રોકાણ
2024: સ્મોલ-, મિડ-કેપ્સ FY24 માર્કેટ રેલીમાં આગળ નીકળ્યા, 2025: લાર્જકેપ છવાયેલા રહેશે
બીએસઇ ઇન્ડાઇસિસની છેલ્લા એક વર્ષની સ્થિતિ
INDISES | MARCH23 | MARCH24 |
SENSEX | 58991.52 | 73,651.35 |
MIDCAP | 24,065.59 | 39,079.54 |
SMALLCAP | 26,957.01 | 43,026.00 |
AUTO | 28,246.92 | 48,563.59 |
BANKEX | 46,031.95 | 53,515.19 |
CAPITAL GOODS | 34,369.70 | 60,018.27 |
CONSUMER DURA. | 37,628.54 | 51,759.38 |
FMCG | 16,487.02 | 19,318.40 |
FINANCE | 8,424.49 | 10,315.35 |
HEALTHCARE | 21,883.50 | 34,643.88 |
IT | 21,883.50 | 34,643.88 |
IPO | 7,723.07 | 13,052.94 |
METAL | 19,184.87 | 27,887.85 |
OILGAS | 17,383.40 | 27,644.48 |
POWER | 3,605.80 | 6,701.74 |
PSU | 9,497.41 | 18,274.57 |
REALTY | 3,101.56 | 7,108.37 |
TECK | 12,978.01 | 16,009.55 |
TELECOM | 1,500.88 | 2,480.10 |
અમદાવાદ, 28 માર્ચઃ ભારતીય શેરબજારોમાં નાણાકીય વર્ષ 2023-24ની વિદાય તેજીના ટોન સાથે થઇ રહી છે. સેન્સેક્સ- નિફ્ટી ઓલટાઇમ હાઇની નજીક રમી રહ્યા છે. તમામ સેક્ટોરલ્સમાં સુધારાની ચાલ રહી છે. પરંતુ 2024નું વર્ષ સ્મોલ- મિડકેપ્સ માટે બમ્પર તેજીનું રહ્યું હતું. સ્મોલ- અને મિડ-કેપ ઇન્ડાઇસિસે સુધારાના મુદ્દે ફ્રન્ટલાઈન ઇન્ડાઇસિસને પાછળ છોડી દીધા છે. જો કે, ઇક્વિટી વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે આગામી નાણાકીય વર્ષ 2024-25માં ટ્રેન્ડ રિવર્સ થશે કારણ કે લાર્જ-કેપ શેરો ફરીથી તેજીની ધૂરા સંભાળી શકે છે.
ભારતીય ઇક્વિટી બજારોએ નાણાકીય વર્ષ 24માં ઉત્તમ પ્રદર્શન દર્શાવ્યું હતું, જે અનુકુળ નાણાકીય નીતિ, મજબૂત સ્થાનિક છૂટક ભાગીદારી, કોર્પોરેટ કમાણી અને રોગચાળા પછીની આર્થિક પુનઃપ્રાપ્તિ જેવાં કારણોને આભારી હતું. FY24માં 27 ટકાથી વધુ સુધારા સાથે એટલેકે 16,900 થી 22,500 સુધારાની ચાલ નિફ્ટી-50 એ નોંધાવવા સાથે બીએસઇ સેન્સેક્સ પણ 23 ટકાથી વધુ વધ્યો હતો.
બજાર પંડિતો એવી ધારણા વ્યક્ત કરી રહ્યા છે કે, લાર્જ કેપ શેરોમાં તેજીનો ટ્રેન્ડ આગળ પણ જળવાઈ રહેશે કારણ કે 2024ની સામાન્ય ચૂંટણીઓને કારણે કેટલીક અનિશ્ચિતતા રોકાણકારોને ચિંતા કરી શકે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી સ્મોલકેપ 100 અને નિફ્ટી મિડકેપ 100 સૂચકાંકોએ FY24 માં અનુક્રમે 69 ટકા અને 59 ટકા સુધારો નોંધાવવા સાથે સારો દેખાવ કર્યો છે.
FY25 માટે રિલાયન્સ, જિયો ફાઇનાન્સ, લાર્સન, ટોચના બેન્કિંગ શેર્સ રાખો ધ્યાનમાં…….
નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ FY24 માં ટોચનો વિજેતા હતો કારણ કે તેણે ટ્રિપલ-અંકનું વળતર (131 ટકા) આપ્યું હતું, ત્યારબાદ નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ, નિફ્ટી PSE, નિફ્ટી CPSE અને નિફ્ટી PSU બેન્ક સૂચકાંકો આવે છે. FY25 માટે પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સુધારા સામે રિયલ્ટી ઇન્ડેક્સમાં થોડી નરમાઈ જોવા મળી શકે છે. 2024ની સામાન્ય ચૂંટણીઓ અને બેન્કોની નાણાકીય નીતિના માર્ગમાં અનિશ્ચિતતાને કારણે અસ્થિરતા વધવાની શક્યતા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, એલએન્ડટી અને ટોચના બેન્કિંગ શેર્સ તેમજ ટેકનો-ફન્ડામેન્ટલી મજબૂત હેવીવેઇટ શેરો તેજીની આગેવાની લે તેવી શક્યતા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)