જનરલ પબ્લિકમાં ટોક શરૂ…… સેન્સેક્સ 47000 થઇ જશે…!!

નિફ્ટી માટે શુક્રવારની ટેકનિકલ ટ્રેડિંગ રેન્જ

સપોર્ટ લેવલ્સ15700- 15600 રોક બોટમ્સ
રેઝિસ્ટન્સ લેવલ્સ16000- 16100

નિફ્ટીએ તેની 16000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી સપોર્ટ લાઇન તોડી નાંખી છે. એટલુંજ નહિં, 15900- 15700 વચ્ચે ઝૂલી રહ્યો છે. આગામી દિવસોમાં જો 15600 પોઇન્ટની રોક બોટમ તોડશે તો માર્કેટમાં ખાનાખરાબી જોવા મળશે તેવું ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે.

બીએસઇ માર્કેટકેપ રૂ. 6.58 લાખ કરોડના જંગી ધોવાણ સાથે રૂ. 2.49 લાખ કરોડની સપાટીએ

વૈશ્વિક અર્થતંત્રોમાં મંદીનું વાવાઝોડું શરૂ થયું છે, ઇન્ડિયન જીડીપી ગ્રોથ રેટ ઘટશે, બેરોજગારી વધશે, આરબીઆઇ વ્યાજદરમાં વધારો કરશે, વિદેશી નાણાકીય સંસ્થાઓ વેચીને ઘરભેગી થઇ રહી છે, અને છેલ્લે…..!! સેન્સેક્સ હવે 47000 થઇ જશે તેવી પબ્લિક ટોક શરૂ થઇ ગઇ છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં હવે એક્શન કમ અને રિએક્શન જ્યાદાનો સીન શરૂ થયો છે. જે ઘણાં નબળાં રોકાણકારોને પ્રત્યેક ઘટાડે માલ વેચાવડાવીને રોવડાવશે….!!!

જોકે, ગુરુવારે સવારે 1139 પોઇન્ટના ગેપડાઉનથી સેન્સેક્સ ખુલ્યો તે પૂર્વે યુએસ સહિત વૈશ્વિક શેરબજારો તેમજ એસજીએક્સ નિફ્ટીએ સંકેત આપી દીધો હતો કે આજે વધુ એક બ્લડબાથ જોવા મળી શકે છે. તે અંગે અમે સવારે નાનકડી પોષ્ટ દ્રારા વાચકમિત્રોને સાવચેતી વર્તવા ચેતવણી પણ આપી દીધી હતી. ઇન્ટ્રા-ડે ટ્રેડમાં સેન્સેક્સ 1539 પોઇન્ટના કડાકા સાથે 53000 પોઇન્ટની સપાટી ગુમાવી છેલ્લે 1416.30 પોઇન્ટના ગેપડાઉનથી 52792.23 પોઇન્ટના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સમાં 2.50 ટકા આસપાસનો ઘટાડો રહ્યો હતો. તેની સાથે નિફ્ટી-50 પણ 430.90 પોઇન્ટના ઘટાડા સાથે 15809.40 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે.

  • વૈશ્વિક શેરબજારોમાં 2-4 ટકાનું હેવી કરેક્શન
  • યુકેમાં ફુગાવો 40 વર્ષની ટોચે 9 ટકા થયો
  • રશિયા- યુક્રેન વોરથી ક્રૂડની કિંમતમાં ઉછાળો
  • ડોલર સામે રૂપિયામાં હેવી રકાસની સ્થિતિ

52 વીક હાઇની સપાટીએ સ્ટોક્સ

કંપનીહાઇબંધસુધારો%
આટીસી279.15275.653.43
એમઆરપીએલ93.4088.30-1.60

(નોંધઃ અહીંયા માત્ર ટેકનો- ફન્ડામેન્ટલ્સ મજબૂત હોય અને ફેન્સી શરૂ થઇ હોય તેવાં સ્ટોક્સની યાદી આપવામાં આવી છે)

  • આઇટીસીમાં મજબૂત પરીણામ તેમજ નજીકના ભવિષ્યનો બોનસ કેન્ડિડેટને ધ્યાનમાં રાખીને રોકાણકારોને પ્રત્યેક ઘટાડે લોંગટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે ખાસ સલાહ છે.

52 વીક લોની સપાટીએ સ્ટોક્સ

કંપનીલોબંધઘટાડો%
આસ્ટ્રાલ1653.001666.45-4.58
એચડીએફસીએએમસી1701.601707.20-3.81
એચડીએફસી બેન્ક1278.301287.20-2.07
એલઆઇસી838.55840.75-4.05
નેસ્લે1600016101-1.55
ટોરન્ટ પાવર416.00419.80-3.33
વીપ્રો450.10451.35-6.21

(નોંધઃ અહીંયા માત્ર ફન્ડામેન્ટલી મજબૂત પરંતુ કામચલાઉ ફેન્સીનો અભાવ અને માર્કેટ સાથે તાલ મિલાવતા સ્ટોક્સની યાદી આપવામાં આવી છે.)

  • એચડીએફસી એએમસી, એલઆઇસી, વીપ્રો, એચડીએફસી બેન્ક અને નેસ્લે માટે રોકાણકારોને વધુ સલાહ આપવા કરતાં તેની ઉપર વોચ રાખવા ખાસ સલાહ છે.
IT ઇન્ડેક્સ આજે288567.82-1595.85-5.25%

આઇટી ઇન્ડેક્સમાં આજે સૌથી વધુ 5.25 ટકાનો જંગી કડાકો નોંધાયો હતો. જેના કારણે ઇન્ડેક્સ તેની વર્ષની બોટમથી હવે આશરે 2000 પોઇન્ટ દૂર રહ્યો છે. ઇન્ડેક્સ બેઝ્ડ એક્સપેલો સોલ્યુશન્સ, 63 મૂન્સ, નેલ્કો, સિગ્નીટીમાં 5.53 ટકાથી 1.43 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. તેને બાદ કરતાં ટોચની 5 કંપનીઓમાં પાંચથી 6.21 ટકા સુધીનો કડાકો નોંધાયો હતો.

આઇટી મેજરમાં મેજર શોક

વીપ્રો451.35-6.21%
એચસીએલ ટેક1009.45-6.01%
માઇન્ડટ્રી2847.20-5.85%
ઇન્ફોસિસ1427.20-5.46%
ટીસીએસ3270.70-5.17%
મેટલ ઇન્ડેક્સ ગુરુવારે18564.11-820.66-4.23%

મેટલ ઇન્ડેક્સ બેઝ્ડ તમામ સ્ક્રીપ્સમાં આજે એકથી 5 ટકા સુધીનું ધોવાણ જોવાયું હતું. ખાસ કરીને વેદાન્તા, સેઇલ, તાતા સ્ટીલ, જેએસડબલ્યૂ સ્ટીલ, હિન્દાલકોમાં ચારથી પાંચ ટકાનો કડાકો નોંધાયો હતો.

મેટલ્સમાં મંદીનો વાયરો

વેદાન્તા303.45-5.10%
સેઇલ80.25-5.09%
જેએસડબલ્યૂ સ્ટીલ699.954.97%
તાતા સ્ટીલ1122.85-4.86%
જિંદાલ સ્ટીલ460.35-4.59%
ટેલિકોમ ઇન્ડેક્સ ગુરુવારે1586.63-56.85-3.46%

ટેલિકોમ ઇન્ડેક્સ બેઝ્ડ પણ તમામ સ્ક્રીપ્સમાં આજે એકથી 6.5 ટકા સુધીનું ધોવાણ જોવાયું હતું. ખાસ કરીને રૂટ, વનમોબાઇલ, ટીટીએમએલ, એચએફસીએલ, તેજસ નેટ, જીટીપીએલ, રેલટેલ અને ભારતી એરટેલ ઘટવામાં મુખ્ય રહ્યા હતા.

ટેલિકોમ પણ ટાંય ટાંય ફિસ્સ

રૂટ1213.15-6.54%
વન મોબાઇલ141.60-5.98%
એચએફસીએલ64.00-4.62%
તેજસ નેટ431.15-3.96%
ભારતી એર.673.50-3.24%

mailbusinessgujarat@gmail.com