તેજીવાળાઓ માટેઃ 15950 મહત્વની રેઝિસ્ટન્સ, કૂદાવે તો 16000- 16100

મંદીવાળાઓ માટેઃ 15750 મહત્વની ટેકાની સપાટી તૂટે તો 15700- 15600

સપ્તાહની શરૂઆતઃ સેન્સેક્સમાં 180 પોઇન્ટની રાહત રેલી, નિફ્ટી 15800 ક્રોસ

નિફ્ટીમાં ટેકનિકલી દોજી કેન્ડલ, 15735 તૂટે તો માર્કેટ ફરી નરમ થવાની દહેશત

સળંગ મંદીની ચાલ બાદ ભારતીય શેરબજારોમાં નવા સપ્તાહની શરૂઆત 180 પોઇન્ટની રાહત રેલી સાથે થઇ છે. બીએસઇ સેન્સેક્સ 180 પોઇન્ટ સુધરી 52970 પોઇન્ટ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ટેકનિકલ- સાયકોલોજિકલ 15800 પોઇન્ટની સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. જોકે, દિવસ દરમિયાન બન્ને તરફી ચાલના કારણે નીચા મથાળે ખરીદવા ઇચ્છતાં રોકાણકારો અવઢવની સ્થિતિમાં મૂકાયા હતા.

બીએસઇ સ્ટેટેસ્ટીક્સ

કુલ ટ્રેડેડસુધર્યાઘટ્યાબ્રેડ્થ
35772163(60.47)1240 (34.67)પોઝિટિવ

આ સેક્ટર્સ રહ્યા સુધારામાં

બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 1.51 ટકા વધી 22,145.10 અને સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.15 ટકા વધારાની સાથે 25,605.99 પર બંધ થયા છે. આજના સુધારામાં આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્સ સર્વિસ, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.35 ટકાના નોમિનલથી લઇને 2.91 ટકાનો સુધારો જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટી પણ 1.44 ટકા સુધારા સાથે 33,597.60 ના સ્તર પર બંધ થયો છે.

આ સેક્ટર્સ રહ્યા ઘટાડામાં

જોકે,એફએમસીજી, આઈટી, ફાર્મા, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડા સાથે બંધ થયા.

મહત્વની જાતોમાં જોવા મળ્યો સુધારો

આઈશર મોટર્સ, અપોલો હોસ્પિટલ, યુપીએલ, એનટીપીસી, એસબીઆઈ અને બજાજ ફાઈનાન્સ 2.49-7.95 ટકા સુધી વધ્યા હતા.

52 વીક હાઇ52 વીક લો
6798
સેન્સેક્સ પેક30
સુધર્યા18
ઘટ્યા12

મહત્વની જાતોમાં જારી રહ્યો ઘટાડો

અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રી સિમેન્ટ, એશિયન પેંટ્સ, આઈટીસી, ડિવિઝ લેબ અને ગ્રાસિમ 1.57-3.01 ટકા સુધી ઘટીને બંધ રહ્યા હતા.

સેક્ટોરલ્સ એટ એ ગ્લાન્સ

સેક્ટોરલ+/-%
ફાઇનાન્સ1.45
ટેલિકોમ2.85
ઓટો2.20
બેન્કેક્સ1.43
કેપિ. ગુડ્સ1.30
પાવર2.10
રિયાલ્ટી2.59
ટેક.-0.45
આઇટી-0.58