નોવા IVF ફર્ટીલિટીએ અમદાવાદ સ્થિત ફર્ટિલિટી સેન્ટર વિંગ્સ IVF હસ્તગત કરી
અમદાવાદ, 23 જૂન: ફર્ટિલિટી ચેઈન, નોવા IVF ફર્ટીલિટીએ ગુજરાતમાં, 6 કેન્દ્રો ધરાવતી અમદાવાદ સ્થિત ફર્ટિલિટી સેન્ટર વીંગ્ઝ IVF હસ્તગત કરી છે. ₹125-₹140 કરોડના મૂલ્યનો આ સોદો દેશભરમાં 44 શહેરોમાં 68 કેન્દ્રો સુધી નોવા IVF ફર્ટિલિટી વિસ્તરણને ચિહ્નિત કરે છે. અમદાવાદ સ્થિત ફર્મ વેક્ટર લીગલ એ પાર્ટનર અંશુમન મહાપાત્રાની આગેવાની હેઠળની ટીમ સાથે વિંગ્સ IVF ના કાનૂની સલાહકાર તરીકે કામ કર્યું હતું તેમ ડો. અંશુમાન મહાપાત્રએ જણાવ્યું હતું.
આ હસ્તાંતરણ અંગે પ્રતિભાવ આપતાં નોવા IVF ફર્ટીલિટીના સીઈઓ શોભિત અગ્રવાલે જણાવ્યું કે બંને સંસ્થાઓ સેલ્ફ-સાયકલ ટેકનિક વડે અમારી 90 ટકા IVF સાયકલ્સ, સેલ્ફ સાયકલ્સ મારફતે થાય છે. વીંગ્ઝ IVFના સ્થાપક ડો. જયેશ અમીને આ પાર્ટનરશીપ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે ભારતમાં દર 6 યુગલમાંથી 1ને સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલી નડે છે. આ પાર્ટનરશીપનો ઉદ્દેશ રિજનરેટીવ થેરાપી જેવી આધુનિક અને નવી ટેકનોલોજી રજૂ કરીને યુગલોનું ડોનર એગ્ઝ ઉપર અવલંબન ઘટાડવામાં સહાય કરી છે.
110,000 યુગલો માટે 55,000થી વધુ પ્રેગનન્સી (ગર્ભધારણ) હાંસલ કરીને દર વર્ષે આશરે 15,000 જેટલી સાયકલ્સ પૂરી કરી છે. નોવા IVF ફર્ટીલિટીએ છેલ્લા 3 વર્ષમાં 43 સેન્ટરનો ઉમેરો કર્યો છે. વર્ષ 2020માં ભારતમાં IVF સર્વિસીસનું બજાર 750 મિલિયન ડોલરનું ગણાતું હતું અને વર્ષ 2030 સુધીમાં વધીને 3.7 અબજ ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે. આ આંકડા આ ક્ષેત્રે નોંધપાત્ર વૃધ્ધિનો અંદાજ આપે છે. વિવિધ પ્રાઈવેટ ઈક્વિટી ફંડઝ એક્વિઝીશન (હસ્તાંતરણ) માટે આગ્રહ રાખી રહ્યા છે ત્યારે BPEA EQT, Blackstone, Bain Capital, Advent International, and TPG Capital જેવી કંપનીઓએ ભારતની સૌથી મોટી ફર્ટીલિટી ક્લિનિક ચેઈનમાં મહત્તમ હિસ્સો હાંસલ કરવા માટે નૉન-બાઈડીંગ બીડ્ઝ સબમીટ (સુપરત) કર્યા છે.