NSEએ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ માટે 54 શેરોની લોટ સાઈઝમાં ફેરફાર કર્યો, 128 શેરોમાં કોઈ સુધારો નહિં
મુંબઈ, 29 માર્ચઃ એનએસઈએ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટમાં સામેલ 182 શેરોમાંથી 54 શેર્સના માર્કેટ લોટમાં ફેરફાર કર્યો હોવાની જાહેરાત કરી છે. 28 માર્ચના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, NSEએ જણાવ્યું હતું કે “સેબીના પરિપત્ર CIR/MRD/DP/14/2015 તારીખ 13 જુલાઈ, 2015માં ઉલ્લેખિત ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ માટે લોટ સાઈઝમાં સમયાંતરે સુધારો કરવા માટેની સેબીની ગાઈડલાઈન અનુસાર, માર્કેટ લોટ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સમાં સુધારો કરવામાં આવશે.
42 શેરોની ડેરિવેટિવ લોટ સાઈઝમાં ફેરફાર મે 2024 માટે 26 એપ્રિલથી અમલમાં આવશે અને બાદમાં સમાપ્ત થશે. આ યાદીમાં અગ્રણી શેરોમાં અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ, ભેલ, SBI, L&T છે.
128 શેરોના ડેરિવેટિવ લોટમાં કોઈ ફેરફાર થયો નથી. આ યાદીમાં એપોલો હોસ્પિટલ્સ, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝિસનો સમાવેશ થાય છે. 6 શેરોની લોટ સાઈઝ સુધારી વધારવામાં આવી છે. આ શેરોમાં ઝી એન્ટરટેઈનમેન્ટ, પોલીકેબ ઈન્ડિયા, નવીન ફ્લોરીન, દાલમિયા ભારત, બંધન બેન્ક અને અતુલ છે. આ ફેરફાર જુલાઈ 2024 માટે 26 એપ્રિલથી અમલમાં આવશે અને બાદમાં સમાપ્ત થશે.
NSEએ કહ્યું કે જુલાઈ 2024ના મહિનાના કોન્ટ્રાક્ટમાં સુધારો કરવામાં આવશે. મે અને જૂન કોન્ટ્રાક્ટ હાલના માર્કેટ લોટનો ઉપયોગ કરશે. બાકીના 6 શેરોમાં, લોટ સાઈઝને નીચેની તરફ સુધારવામાં આવશે, પરંતુ લોટ સાઈઝ નવા મલ્ટિપલને અનુસરશે. આ શેરોમાં ટાટા મોટર્સ, બજાજ ઓટો, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ પ્રોપર્ટીઝ અને ટાટા પાવર છે. આ શેરો માટેનો ફેરફાર પણ જુલાઈ 2024 માટે 26 એપ્રિલથી અમલમાં આવશે.