NSE ગ્રુપને રેગ્યુલેશન એશિયા એવોર્ડ્સ 2025 ખાતે નેતૃત્વ અને ઉત્કૃષ્ટતા માટે સન્માન મળ્યું
અમદાવાદ, 12 નવેમ્બર: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE)ના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષકુમાર ચૌહાણને સિંગાપોરમાં યોજાયેલા એવોર્ડ્સ ફોર એક્સીલન્સ 2025 ખાતે રેગ્યુલેશન એશિયા દ્વારા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ સન્માન ભારતના મૂડી બજારોના નિર્માણ કરવામાં અને વૈશ્વિક સિક્યોરિટીઝના ક્ષેત્રે તેમની સ્થિતિ મજબૂત કરવામાં ચૌહાણના અનેક દાયકાના યોગદાનને દર્શાવે છે. તેમનું નેતૃત્વ ભારતના માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ વધારવા,ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અને નાણાંકીય ઇકોસિસ્ટમમાં નવીનતાને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
NSEને કેપિટલ માર્કેટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે માન્યતા આપવામાં આવી હતી, જ્યારે એનએસઈ ક્લિયરિંગ લિમિટેડને બેસ્ટ સીસીપી અથવા ક્લિયરિંગ હાઉસનો એવોર્ડ મળ્યો હતો.
આ માન્યતાઓ સામૂહિક રીતે ભારતના નાણાંકીય બજારોમાં ઓપરેશનલ શ્રેષ્ઠતા, પારદર્શકતા અને ટેકનોલોજી-આધારિત વૃદ્ધિ પ્રત્યે એનએસઈ ગ્રુપની વર્તમાન પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
