અમદાવાદઃ એનએસઈ ઇન્ટરનેશનલ એક્સચેન્જે (NSE IX) ગિફ્ટ નિફ્ટીની નવી બ્રાન્ડ ઓળખનું અનાવરણ કર્યું હતું. SGX Nifty 3 જુલાઇ, 2023થી ગિફ્ટ નિફ્ટી તરીકે ઓળખાશે. 3 જૂલાઈથી SGX નિફ્ટીના બધા વોલ્યૂમ ગિફ્ટ IFSCમાં શિફ્ટ કરવામાં આવશે. ગિફ્ટ નિફ્ટીની નવી ઓળખ, અનેરી તક અને નવા ગિફ્ટ સિટી ખાતે NSE IX દ્વારા નિફ્ટી પ્રોડક્ટ્સની એક્સેસ કરવા માટે ભારતની વિકાસ ગાથામાં ભાગ લેવા માટે આંતરરાષ્ટ્રીય રોકાણકારોને નવી દિશા પૂરી પાડશે. ગિફ્ટ નિફ્ટીનો નવો દેખાવ ફ્લેગશિપ ઇન્ડેક્સ NIFTY 50 સાથે સંરેખિત છે, જે ભારતીય ઇક્વિટી બજારોની ગ્રોથ સ્ટોરી દર્શાવે છે.

SGX Niftyની નવી ઓળખ Gift Nifty, 3 જૂલાઈથી 21 કલાક સોદાઓ કરી શકાશે

નવા લોગોનું અનાવરણ 3 જુલાઈ, 2023થી પ્રારંભ થનારી NSE IX-SGX કનેક્ટની પૂર્ણ કક્ષાની કામગીરીની તાજેતરની જાહેરાતને અનુસરે છે. NSE IX અને SGX વચ્ચેની આ વ્યૂહાત્મક પહેલ, SGX સભ્યોના ગિફ્ટ નિફ્ટી ઓર્ડરને SGX ડેરિવેટિવ્ઝ ક્લિયરિંગ થકી ક્લિયરિંગ અને સેટલમેન્ટથી ટ્રેડિંગ અને એક્ઝિક્યુશન માટે એનએસઈ IFSC પર લઈ જવા માટે સક્ષમ બનાવે છે.

શરૂઆતમાં બજારના સહભાગીઓ NSE IX પર ગિફ્ટ નિફ્ટી 50, ગિફ્ટ નિફ્ટી બેન્ક, ગિફ્ટ નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ગિફ્ટ નિફ્ટી આઇટી ડેરિવેટિવ કોન્ટ્રેક્ટને એક્સેસ કરી શકે છે અને ધીમે ધીમે અન્ય ઈન્ડેક્સ ગિફ્ટ નિફ્ટી સ્યુટ હેઠળ બહાર પાડવામાં આવશે. આ કોન્ટ્રાક્ટ લગભગ 21 કલાક માટે એક્સેસ કરી શકાશે. જે એશિયા, યુરોપ અને યુએસ ટ્રેડિંગ કલાકોને ઓવરલેપ કરે છે. ગિફ્ટ નિફ્ટી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર ઓથોરિટી (IFSCA)ના નિયમનકારી માળખા હેઠળ NSE IX ખાતે યુએસ ડોલરમાં નિફ્ટી ડેરિવેટિવ્ઝને એક્સેસ કરવા માટે લિક્વિડિટી અને સ્થળનો સિંગલ પૂલ ઓફર કરે છે.

આ અંગે IFSCએના ચેરપર્સન ઇંજેતી શ્રીનિવાસે જણાવ્યું હતું કે IFSCએ આંતરરાષ્ટ્રીય નાણાંકીય સર્વિસીઝની ઈનબાઉન્ડ અને આઉટબાઉન્ડ જરૂરિયાતો માટે IFSCને વૈશ્વિક ગેટવે તરીકે વિકસાવવાનું લક્ષ્ય રાખે છે. જેમાં વિદેશી રોકાણકારોને સીધુ રોકાણ કરવાં સરળતા મળશે. NSE IXને ગિફ્ટ નિફ્ટીની બ્રાન્ડ ઓળખ અને કોર્પોરેટ ઓળખનું અનાવરણ સંપૂર્ણ બનાવે છે.

Gift IFSEના લાભો એટ એ ગ્લાન્સ

સંપૂર્ણ રોકાણ કન્વર્ટિબલ થઈ શકશે

સ્થાનિક રેગ્યુલેશન્સજે FPIને સરળતા પૂરી પાડશે

ટેક્સ માં વિવિધ લાભો મળશે

સિંગલ વિન્ડો સિસ્ટમનો લાભ

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ મળશે

ગિફ્ટ નિફ્ટીની નવી ઓળખ ગિફ્ટ સિટી ખાતે થશે

ગિફ્ટ નિફ્ટીની નવી ઓળખ ગિફ્ટ સિટી ખાતે એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જ થકી નિફ્ટી પ્રોડક્ટ્સ એક્સેસ કરવા ભારતની ગ્રોથ સ્ટોરીમાં ભાગ લેવા માટે આંતરરાષ્ટ્રીય રોકાણકારોને અનન્ય તક અને નવી દિશા બતાવે છે. ગિફ્ટ નિફ્ટી વિશ્વના સૌથી મોટા ટ્રેડેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે પ્રાઇસ સેટર બનવા ગિફ્ટ સિટી માટે વડાપ્રધાનના વિઝનને હાંસલ કરવામાં ઉત્પ્રેરક બનશે.- આશિષકુમાર ચૌહાણ, એનએસઈના એમડી અને સીઈઓ.