મુંબઇ, 11 જૂનઃ ઈલેક્ટ્રિક વાહન નિર્માતા ઓલા ઈલેક્ટ્રીકને રૂ. 7250 કરોડના આઇપીઓ માટે માર્કેટ રેગ્યુલેટર સેબીની મંજૂરી મળી છે. ઓલા ઈલેક્ટ્રીક IPO માટે ફાઇલ કરનાર પ્રથમ ભારતીય EV ટુ-વ્હીલર નિર્માતા કંપની છે. કંપનીએ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) 22 ડિસેમ્બર, 2023ના રોજ ફાઇલ કર્યો હતો. ઓલા ઈલેક્ટ્રીકના આઈપીઓમાં રૂ. 5,500 કરોડનો નવો ઈશ્યુ અને રૂ. 1,750 કરોડની ઓફર ફોર સેલ (OFS) કુલ રૂ. 7,250 કરોડનો સમાવેશ થાય છે. કંપનીના DRHP મુજબ, હાલના શેરધારકોએ OFSમાં 95.19 મિલિયન શેર્સનો સમાવેશ થાય છે. ઓલા ઇલેક્ટ્રિકના સ્થાપક ભાવિશ અગ્રવાલ 47.3 મિલિયન શેર વેચશે. ફર્મના પ્રારંભિક રોકાણકારો – AlphaWave, Alpine, DIG ઇન્વેસ્ટમેન્ટ, મેટ્રિક્સ અને અન્યો પણ OFS મારફતે 47.89 મિલિયન શેર્સનું વેચાણ કરશે. કંપની રૂ. 1,100 કરોડના શેરના રિ-આઇપીઓ પ્લેસમેન્ટ પર પણ વિચાર કરી રહી છે. DRHP મુજબ, ઓલા ઈલેક્ટ્રિક ભંડોળનો ઉપયોગ કેપેક્સ, દેવું ચૂકવવા અને સંશોધન અને વિકાસ (R&D) માટે કરશે. કંપની કેપેક્સ માટે આશરે રૂ. 1,226 કરોડ અને દેવું ચૂકવવા રૂ. 800 કરોડનો ઉપયોગ કરશે. લગભગ રૂ. 1,600 કરોડ, R&D અને રૂ. 350 કરોડ અકાર્બનિક વૃદ્ધિ પર ખર્ચ કરશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)