પ્રોફિટ બુકિંગના કારણે ઓલા ઈલેક્ટ્રિકનો શેર 6% ઘટ્યો
અમદાવાદ, 22 ઓગસ્ટઃ લિસ્ટિંગ બાદ સતત વધી રહેલા ઓલા ઇલેક્ટ્રીકના શેરમાં ગુરુવારે સવારે 11.31 કલાક સુધીમાં 6 ટકા+ ગાબડું પડવા સાથે ભાવ રૂ. 132 આસપાસ બોલાયો હતો. ઇન્ટ્રા-ડે 139ની હાઇ અને રૂ. 126.05ની લો સપાટ નોંધાવી આ લખાય છે ત્યારે શેર રૂ. 132 આસપાસ રમતો હતો. રોકાણકારોએ રૂ. 76ની IPO કિંમતથી બમણી થઈ ગયા પછી આંશિક નફો બુક કરવાનો પ્રયાસ કર્યો હતો. 9 ઓગસ્ટના રોજ લિસ્ટિંગ થયા પછી, ઓલા ઈલેક્ટ્રીકના શેરનો ભાવ 100 ટકાથી વધુ વધીને રૂ. 157.4ની ટોચે પહોંચ્યો હતો. ત્યારથી, શેરમાં 10 ટકા સુધારો થયો છે.
Q1 માં, કંપનીએ રૂ. 347 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી, જે વાર્ષિક ધોરણે લગભગ 30 ટકા વધી હતી. કંપનીની કામગીરીમાંથી એકીકૃત આવક 32 ટકા વધીને રૂ. 1,644 કરોડ થઈ છે જે Q1 FY24માં રૂ. 1,243 કરોડ હતી. ક્રમિક રીતે, ઓલા ઈલેક્ટ્રીકની ચોખ્ખી ખોટ 16 ટકા ઘટી ગઈ છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 416 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)