પુણે, 22 મે: પદમજી પેપર પ્રોડક્ટ્સ લિમિટેડ (પીપીપીએલ) એ 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા વર્ષ માટે ટર્નઓવર લગભગ 37% વધીને રૂ.75,868 લાખ (રૂ.55,526 લાખ) થયું છે જ્યારે આ સમયગાળા માટે ઈબીડીટા (વ્યાજ, વેરા, ઘસારા અને એમોર્ટાઈઝેશન પહેલાની આવક) 53% વધીને રૂ. 9480 લાખ (ગયા વર્ષે રૂ. 6208 લાખ) થઈ છે. વેરા પૂર્વેનો કુલ નફો 73%ની વૃદ્ધિ દર્શાવે છે અને રૂ.7967 લાખ (રૂ.4600 લાખ) રહ્યો . કંપનીએ 57,825 એમટી કાગળનું ઉત્પાદન કર્યું હતું, જે પાછલા વર્ષ દરમિયાન ઉત્પાદિત 50,420 એમટી કરતાં 15% વધુ છે.

કંપની ક્ષમતાના લગભગ 80%એ કાર્ય કરી રહી છે

કંપની વિવિધ સ્પેશિયાલિટી કાગળો બનાવે છે જેનો ઉપયોગ વિવિધ ખાદ્ય ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ અને અન્ય ઉત્પાદનો, હોસ્પિટલ પુરવઠા, સ્વચ્છતા ક્ષેત્રો, ખોરાક, કન્ફેક્શનરી વગેરે માટે પેકેજીંગ સોલ્યુશન માટે કાચા માલ તરીકે થાય છે. કંપની હાલમાં તેની ક્ષમતાના લગભગ 80%એ કાર્ય કરી રહી છે અને અર્થતંત્ર સામાન્ય સ્થિતિમાં આવતાં ક્ષમતાનો વપરાશ ધીમે ધીમે સુધારશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે.