પુણે, 2 ઑગસ્ટ: પદમજી પેપર પ્રોડક્ટ્સ લિમિટેડે, ગુરુવારે કાચા માલના ઓછા ખર્ચ, સારા ભાવની પ્રાપ્તિ અને મૂલ્યવર્ધિત ચીજોના ઉત્પાદનને પરિણામે વેરા પહેલાંના નફામાં (વાર્ષિક ધોરણે) 146%ની વૃદ્ધિ નોંધાવી છે જે રૂ. 3,704 લાખ છે. તેની આવક 12% (વાર્ષિક ધોરણે) વધીને રૂ.20,284 લાખ થઈ છે. ઈબીડિટા  110% વધીને રૂ. 4,102 લાખ થઈ છે. કંપનીએ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય્ડ ગયા વર્ષના સમયગાળાના 14%ની સરખામણીએ 27%  હાંસલ કર્યું છે. 30મી જૂન 2024ના રોજ રોકડ અને રોકડ સમકક્ષ બેલેન્સ રૂ.20,587 લાખ હતી જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ.9,022 લાખ હતી.

કંપની અવરોધાત્મક ગુણધર્મો ધરાવતા વિવિધ બાયોડિગ્રેડેબલ અને કમ્પોસ્ટેબલ સ્પેશિયાલિટી પેપરના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેનો ઉપયોગ વિવિધ ખાદ્ય ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ અને અન્ય ઉત્પાદનો, હોસ્પિટલ સપ્લાય, સ્વચ્છતા ક્ષેત્રો, કન્ફેક્શનરી વગેરે માટે ટકાઉ પેકેજીંગ સોલ્યુશન માટે કાચા માલ તરીકે થાય છે, જેની માગમાં ઉચ્ચ વૃદ્ધિ જોવા મળી રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)