Paytm પર બુલિશ બ્રોકરેજ એક નજરે

બ્રોકરેજ ફર્મટાર્ગેટ
મોતીલાલ ઓસવાલ સિક્યુ.1000
યસ સિક્યુરિટીઝ1025
બર્નસ્ટીન1100

અમદાવાદ, 11 ઓક્ટોબર: One 97 Communications Ltd (PAYTM)ના શેરમાં ફુલ ગુલાબી તેજી જામી છે. ચાલુ કેલેન્ડર 2023માં અત્યારસુધીમાં આ શેર 83 ટકા વધી ગયો છે. કંપનીનો આઇપીઓ તા. 18 નવેમ્બર-2021ના રોજ રૂ. 2150ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 1955ની સપાટીએ ખૂલી સતત ઘટાડાની ચાલમાં રૂ. 439.6-ના તળિયે બેસી ગયો ત્યારે ઇશ્યૂમાં રોકાણ કરનારા રોકાણકારોની લંકા લૂંટાણી હતી. પરંતુ 2023ની શરૂઆતમાં રૂ. 530ની સપાટીથી શરૂ કર્યા બાદ આ શેર સતત સુધારાની ચાલમાં તા. 11 ઓક્ટોબર-23ના રોજ રૂ. 22.40 (2.36 ટકા)ના સુધારા સાથે રૂ. 972ની સપાટીએ બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન રૂ. 978ની વર્ષની ટોચે પહોંચ્યો છે. જેના કારણે આઇપીઓમાં એપ્લાય કરીને આંટીમાં આવીને મૂર્ખ બન્યાની લાગણીમાં ફસાયેલા રોકાણકારોના શ્વાસ નીચે બેસી રહ્યા છે. તો સામે સાવ બોટમમાં ખરીદીને બેસી ગયેલાં સ્માર્ટ ઇન્વેસ્ટર્સ ગેલમાં આવી રહ્યા છે. કારણકે મોટાભાગના બ્રોકરેજ હાઉસ આ શેર ખરીદવાની ભલામણ કરી રહ્યા છે. આગળ હજી સુધારાને ચાન્સ હોવાનું મોટાભાગની બ્રોકરેજ ફર્મ માની રહી છે.

11 ઓક્ટોબરના રોજ પેટીએમ શેરની સ્થિતિ

આગલો બંધ949.50
ખૂલી949.50
વધી978
ઘટી946.55
બંધ971.90
સુધારોરૂ.22.40
સુધારો2.36 ટકા
વાર્ષિક ટોચ978
વાર્ષિક બોટમ439.60

કેલેન્ડર 2023માં 83 ટકા ઊછળ્યો પેટીએમનો શેર

પેટીએમના શેર 2023માં અત્યાર સુધીમાં 83 ટકા વધ્યા છે, જે બેન્ચમાર્ક નિફ્ટી 50ને આઉટપરફોર્મ કરે છે જે આ સમયગાળા દરમિયાન 8 ટકા વધ્યો છે. તા. 20 ઓક્ટોબરના રોજ જાહેર થનારા પરીણામો પ્રોત્સાહક રહેવાની ધારણા સાથે વિશ્લેષકો પેટીએમના શેરમાં વધુ વધારો જોઈ રહ્યા છે.

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ બીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 36 ટકા (YoY) આવક વૃદ્ધિ રૂ. 2,600 કરોડ અને યોગદાન નફામાં 72 ટકા વૃદ્ધિ સાથે રૂ. 14,500 કરોડની અપેક્ષા રાખે છે. Paytmની ગ્રોસ મર્ચેન્ડાઈઝ વેલ્યુ (GMV) 46 ટકા YoY વૃદ્ધિની અપેક્ષા રાખે છે અને વિતરિત લોનનું મૂલ્ય પણ 135 ટકા વધારે હોવાનો અંદાજ છે.

યસ સિક્યોરિટીઝે 1025ના લક્ષ્ય સાથે ડિજિટલ પેમેન્ટ્સ કંપનીના સ્ટોક પર પણ ‘બાય’ કૉલ છે. તે અપેક્ષા રાખે છે કે સતત લોન વિતરણ અને નવા ઉપકરણોના ઉમેરાને કારણે Paytm મજબૂત અનુક્રમિક આવક વૃદ્ધિ હાંસલ કરશે.

બર્નસ્ટીનના મતે, વિકસતા ડિજિટલ ધિરાણના લેન્ડસ્કેપમાં, ખાસ કરીને Jio ફાઇનાન્સિયલ સર્વિસિસના પ્રવેશને ધ્યાનમાં રાખીને, સંપૂર્ણ વિજેતાઓ નક્કી કરવાનું અકાળ છે. જોકે, Paytm સફળતા માટે સારી સ્થિતિમાં લાગે છે. નાણાકીય વર્ષ 2023માં, તેણે ખાનગી ક્ષેત્રની ટોચની ચાર બેંકો કરતાં વધુ ધિરાણ ગ્રાહકો મેળવ્યા હતા, જે મજબૂત ગ્રાહક સંપાદન ક્ષમતાઓ દર્શાવે છે. બ્રોકરેજ રૂ. 1,100ના લક્ષ્ય ભાવ સાથે સ્ટોક પર ‘ઓવરવેઇટ’ રેટિંગ ધરાવે છે.