Paytmએ 5 કરોડથી વધુ કાર્ડ્સનું ટોકનાઇઝેશન કર્યું
નવી દિલ્હીઃ RBIના ઓનલાઈન શોપિંગ અને ડિજિટલ પેમેન્ટમાં છેતરપિંડી અટકાવવા માટે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડને ટોકનાઈઝ કરવાના આદેશના પગલે Paytmએ 5 કરોડથી વધુ કાર્ડને ટોકનાઇઝ કર્યા છે. કાર્ડ ટોકનાઈઝેશનનો નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થશે. 15 કરોડથી વધુ લોકો ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે. તે સંજોગોમાં ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે કાર્ડ ટોકનાઇઝેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.
સમય મર્યાદા વધારવા વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સની રજૂઆત
વ્યાપારી સંસ્થાઓ, ઈ-કોમર્સ વેબસાઈટ, કરિયાણાની એપ્સ, ફૂડ ડિલિવરી વેબસાઈટ અને અન્ય એપ્લીકેશન કે વેબસાઈટે ટોકનાઈઝેશન કરવાની મુદત 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. સમયમર્યાદા અંગે, ઘણા વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સે RBI સમક્ષ માગણી કરી છે. ઘણી કંપનીઓએ હજી સુધી ગ્રાહકોના કાર્ડ ટોકનાઇઝ કર્યા નથી. તેની સામે Paytm One97 કોમ્યુનિકેશન્સે 93 ટકાથી વધુ એટલે કે 5.23 કરોડ સક્રિય કાર્ડને ટોકનાઇઝ કર્યા છે. તેમાં Visa, MasterCard અને Rupay કાર્ડનો સમાવેશ થાય છે.
ગ્રાહકો જાતે પણ પોતાના કાર્ડ ટોકનાઇઝ કરી શકે છે
ડેબિટ-ક્રેડિટ કાર્ડ ટોકનાઇઝેશનની પદ્ધતિ એકદમ સરળ છે. ગ્રાહકો પણ આ જાતે કરી શકે છે. મનપસંદ શોપિંગ વેબસાઇટ અથવા તેની એપ્લિકેશન પર જાઓ. ચુકવણી કરવા માટે વિગતો ભરો. ત્યારબાદ સિક્યોર યોર કાર્ડ અથવા સેવ કાર્ડ એજ પર RBI ગાઈડલાઈન (Secure your card) કરીને કાર્ડને સુરક્ષિત કરો (Save card as per RBI guidelines) પર ક્લિક કરો. જેથી તમારું કાર્ડ ટોકનાઇઝ થઈ જશે. આ પછી, જ્યારે તમે આગામી વખતે પેમેન્ટ કરશો ત્યારે તમારે કાર્ડની વિગતો ભરવાની જરૂર રહેશે નહીં.