અમદાવાદ, 19 મેઃ PNB હાઉસિંગ ફાઈનાન્સ લિ.એ 31 માર્ચ-23ના અંતે પૂર્ણ થતાં ચોથા ત્રિમાસિકમાં 65 ટકા વૃદ્ધિ સાથે રૂ. 279 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ 57 ટકા વધી રૂ. 593 કરોડ થઈ છે. કોન્સોલિડેટેડ કુલ ચોખ્ખી આવક 14.86 ટકા વધી રૂ. 1637.7 કરોડ થઈ છે. જે ગતવર્ષે રૂ. 1425.83 કરોડ હતી. 13 ત્રિમાસિક બાદ PNB હાઉસિંગ ફાઈનાન્સે સૌથી વધુ રિટેલ લોન ફાળવણી અને લોન એસેટ્સનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. એસેટ ક્વોલિટી પણ વાર્ષિક ધોરણે 52 ટકા વધી હોવાનું કંપની સીઈઓ અને એમડી ગીરીષ કૌસ્ગીએ જણાવ્યું હતું.

રિટેલ લોન એસેટ 10 ટકા વધી 55471 કરોડ થઈ છે. જે લોન એસેટના 93.6 ટકા છે. ગ્રોસ એનપીએ ગતવર્ષે 8.13 ટકા સામે 430bps સુધરી 3.83 ટકા અને રિટેલ ગ્રોસ એપીએ 133bps ઘટી 2.57 ટકા થઈ છે. ICRA, CRISIL & India Ratingsએ 2022-23માં કંપનીનો આઉટલૂક નેગેટીવમાંથી અપગ્રેડ કરી સ્થિર કર્યો હતો.

નાણાકીય વર્ષમાં નફો 25 ટકા વધી રૂ. 1046 કરોડ

 નાણાકીય વર્ષ 2022-23માં કંપનીનો ચોખ્ખો નફો 25 ટકા વધી 1046 કરોડ અને એનઆઈઆઈ 26 ટકા વધી 2346 કરોડ થઈ હતી. રિટર્ન ઓન એસેટ 1.24 ટકા સામે વધી 1.61 ટકા થયું છે. PNB હાઉસિંગ ફાઈનાન્સની લોન ફાળવણી 2022-23માં 33 ટકા વધી રૂ. 14965 કરોડ અને ચોથા ત્રિમાસિકમાં 22 ટકા વધી રૂ. 4495 કરોડ થઈ હતી. જેમાં રિટેલ લોન ફાળવણી 99 ટકા રહી હતી. આ સાથે કંપનીની એયુએમ માર્ચ-23 સુધી રૂ. 66617 કરોડ થઈ છે.