પ્રોફીટ બુકિંગ: SENSEX-194 , નિફ્ટી 18500 નીચે
અમદાવાદ, 1 જૂનઃ ભારતીય શેરબજારોમાં સતત બીજા દિવસે પણ હેવી પ્રોફીટ બુકિંગ પ્રેશર જારી રહ્યું હતું. તેના કારણે તમામ ઇકો- ફન્ડામેન્ટલ્સ મજબૂત છતાં માર્કેટ સેન્ટિમેન્ટ ઘટાડાનું રહ્યું હતું. તેના કારણે સેન્સેક્સ 194 પોઇન્ટ ઘટી 62428.54 પોઈન્ટ્સ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 46.65 પોઇન્ટના ઘટાડા સાથે 18487.75 પોઇન્ટ બંધ રહ્યો હતો. જોકે આજે સ્મોલકેપ, મિડકેપ્સમાં સ્ટોક સ્પેસિફિક સુધારાનું હવામાન રહ્યું હતું.
ઘરઆંગણે સારા ડેટા છતાં ઊંચા મથાળે બેન્ક, ફાઈનાન્શિયલ, મેટલ, ટેકનો, ટેલીકોમ શેરોમાં વેચવાલી રહી હતી. BSE સેન્સેક્સ ઉપરમાં 62,762.41 અને નીચામાં 62,393.53 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 193.70 પોઈન્ટ્સ ઘટી 62428.54 પોઈન્ટ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 18,580.30 અને 18,474.10 પોઈન્ટ્સની રેન્જમાં રમી 46.65 પોઈન્ટ્સના ઘટાડા સાથે 18487.75 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઇ ગેઇનર્સ એટ એ ગ્લાન્સ
Security | LTP (₹) | Change | % Ch. |
ICIL | 190.45 | +17.40 | +10.05 |
EPL | 199.50 | +18.15 | +10.01 |
SOUTHBANK | 18.90 | +1.65 | +9.57 |
UTISENSETF | 725.51 | +57.01 | +8.53 |
WESTLIFE | 830.05 | +58.55 | +7.59 |
બીએસઇ લૂઝર્સ એટ એ ગ્લાન્સ
Security | LTP (₹) | Change | % Change |
SETFBSE100 | 202.62 | -15.68 | -7.18 |
SUZLON | 11.15 | -0.59 | -5.03 |
ANURAS | 1,115.40 | -53.90 | -4.61 |
AEGISLOG | 342.30 | -16.35 | -4.56 |
COALINDIA | 230.55 | -10.65 | -4.42 |
મેટલ, ટેકનો, એનર્જી, ફાઇનાન્સિયલ્સમાં ઘટાડાની ચાલ
સેક્ટોરલ્સ પૈકી મેટલ, બેન્ક, ટેકનો, એનર્જી અને ફાઈનાન્શિયલ શેર્સમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જ્યારે રિયલ્ટી, પાવર, કન્ઝ્યૂમર ડ્યુરબેલ્સ, આઈટી શેરોમાં લેવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.08 ટકા અને 0.61 ટકા વધીને બંધ રહ્યા હતા.
માર્કેટબ્રેડ્થ પોઝિટિવ પરંતુ માર્કેટ સેન્ટિમેન્ટ નેગેટિવ…
બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3661 પૈકી 2078 સ્ક્રીપ્સમાં સુધારાની ચાલ રહી હતી. જ્યારે 1458 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી હતી. પરંતુ રોકાણકારોનું સેન્ટિમેન્ટ અને માર્કેટનો અંડરટોન કરેક્શનના રહ્યા હતા.
વિગત | કુલ | સુધર્યા | ઘટ્યા |
બીએસઇ | 3661 | 2078 | 1458 |
સેન્સેક્સ | 30 | 18 | 12 |