Q1 Results: ITCનો નફો 18% વધી રૂ. 4,903 કરોડ
મુંબઈ, 14 ઓગસ્ટઃ ITCએ જૂન 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે જાહેર કરેલા પરીણામો અનુસાર ચોખ્ખો નફો 18% વધીને રૂ.4,903 કરોડ ( રૂ.4169 કરોડ) નોંધાવ્યો છે. આવક 7.2 ટકા ઘટીને રૂ.16995.49 કરોડ સામે ઘટી રૂ. 17704 કરોડ થઈ હતી. EBITDA પહેલાંની કમાણી તરીકે ગણવામાં આવતા કાર્યકારી નફો ત્રિમાસિક ગાળામાં 10% વધીને રૂ. 5,083 કરોડ થયો છે. ઓપરેટિંગ માર્જિન 541 બેસિસ પોઈન્ટ્સ વધીને 32.11% થયું છે.
નોન-સિગારેટ એફએમસીજી બિઝનેસની આવકમાં વાર્ષિક ધોરણે 16% વૃદ્ધિ જોવા મળી હતી જે રૂ. 5,166 કરોડ થઈ હતી. પેપરબોર્ડ્સ અને પેકેજિંગ ડિવિઝનની આવકમાં વાર્ષિક ધોરણે 6.5% ઘટીને રૂ. 2,121 કરોડ નોંધાયા હતા. સિગારેટ બિઝનેસનો ઓપરેટિંગ નફો વાર્ષિક ધોરણે 11% વધીને રૂ. 4,656 કરોડ થયો છે. નોન-સિગારેટ એફએમસીજી બિઝનેસનો ઓપરેટિંગ પ્રોફિટ વર્ષમાં બમણાથી વધુ વધીને રૂ. 431 કરોડ થયો છે. પેપરબોર્ડ્સ અને પેકેજિંગ વિભાગે રૂ. 472.50 કરોડના ઓપરેટિંગ નફામાં 23%નો ઘટાડો નોંધાવ્યો હતો.