Q3 Result: HCL Techનો નફો 19 ટકા વધ્યો, રૂ.10 વચગાળાનું ડિવિડન્ડ
અમદાવાદઃ IT સેવાઓની અગ્રણી HCL Technologies (HCL Tech)એ ડિસેમ્બર-22ના અંતે પુરાં થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં રૂ. 4096 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખા નફો નોંધાવ્યો છે. જે Q3FY22ના ₹3,442 કરોડ સામે 19 ટકા વધ્યો છે. કંપનીની આવકો 19.5 ટકા વધી 26700 કરોડ થઈ છે જે ગત વર્ષે 22,331 કરોડ હતી. કંપનીએ શેર દીઠ₹10ના વચગાળાના ડિવિડન્ડની ભલામણ કરી છે. રેકોર્ડ ડેટ 20 જાન્યુઆરી, 2023 નક્કી કરવામાં આવી છે. વચગાળાના ડિવિડન્ડની ચુકવણી 1 ફેબ્રુઆરી, 2023ના રોજ કરવામાં આવશે.
કોન્સ્ટન્ટ કરન્સીમાં રેવન્યુ ગ્રોથ 13.5-14% અને EBIT માર્જિન 18-18.5% નોંધાયુ હતું. આઈટી સર્વિસમાંથી આવકો વાર્ષિક ધોરણે 15.4 ટકા વધી હતી.
પરીણામ પૂર્વે NSE પર HCL ટેકનો સ્ટોક 1.68% વધી ₹1,072.50 પર બંધ રહ્યો હતો. છેલ્લા એક વર્ષમાં આ આઈટી સ્ટોકમાં 21 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.
કંપનીએ 6000 ફ્રેશર્સની ભરતી કરી
કંપનીએ ડિસેમ્બર ત્રિમાસિકમાં કુલ 5892 ફ્રેશર્સની ભરતી કરી હતી. કુલ કર્મચારીઓની સંખ્યા 222270 થઈ છે. બીજી બાજુ એટ્રીશન રેટ પણ સપ્ટેમ્બર ત્રિમાસિકના 23.8 ટકા સામે ઘટી ડિસેમ્બર ત્રિમાસિકમાં 21.7 ટકા નોંધાયો છે.