QMS મેડિકલ એલાઈડ સર્વિસિસે સારથી હેલ્થકેર અને પ્રોમિથિયસ હેલ્થકેરને હસ્તગત કરવા માટે બાઇન્ડિંગ ટર્મ શીટનો અમલ કર્યો
મુંબઈ, 30 ઓક્ટોબરઃ મેડિકલ ડિવાઇસીસ કંપની QMS મેડિકલ એલાઈડ સર્વિસ લિમિટેડે (QMS) એ સારથી હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ અને પ્રોમિથિયસ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડને હસ્તગત કરવા માટે બાઇન્ડિંગ ટર્મ શીટનો અમલ કર્યો છે. આ હસ્તાંતરણ કંપનીની મુખ્ય વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ અને ધ્યેયોને અનુરૂપ છે અને હેલ્થકેર બિઝનેસના વેલ્યુ એડેડમાં કંપનીના કુલ એડ્રેસેબલ માર્કેટને વધુ વિસ્તૃત કરશે.
સારથી હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ
ડિસીઝ મેનેજમેન્ટ, વહેલું નિદાન, POC ડિવાઇસીસ સાથે સ્ક્રીનિંગ અને ડિજિટલ ટૂલ્સ તેમજ ફિઝિકલ ઇન્ટરેક્શન મોડલ્સનો ઉપયોગ કરીને રોગની જાગૃતિ, થેરાપીમાં એક્સેસ પ્રોગ્રામ્સ ચલાવે છે. કંપની 21 ઓક્ટોબર, 2010માં થાણે ખાતે સ્થપાઇ હતી. 2022-23 માટે આવક રૂ. 59.90 કરોડ હતી
પ્રોમિથિયસ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ
ડિજિટલ માર્કેટિંગ, ક્લાયન્ટ સર્વિસિંગ, બૂથ/કોન્ફરન્સ, સીએમઈ અને અન્ય હેલ્થકેર સંબંધિત સેવાઓના વ્યવસાયમાં રોકાયેલ છે. કંપની 11 જૂન, 2013ના રોજ સ્થાપિત કરવામાં આવી હતી, જેનું મુખ્ય મથક થાણે, મહારાષ્ટ્ર ખાતે છે. નાણાંકીય વર્ષ 2022-23 માટે કામગીરીમાંથી કંપનીની આવક રૂ. 2.00 કરોડ હતી.
QMS મેડિકલ એલાઈડ સર્વિસીસ લિમિટેડ
2017માં સ્થાપિત, મેડિકલ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી તેમજ મેડિકલ એજ્યુકેશન સર્વિસીઝના માર્કેટિંગ અને વિતરણમાં રોકાયેલ છે. કંપનીની પ્રોડક્ટ્સ “QDevices” બ્રાન્ડ નામ હેઠળ વેચવામાં આવે છે અને તેઓ અન્ય બ્રાન્ડ્સ જેમ કે 3M, Heine, Rossmax વગેરે માટે પણ ડિસ્ટ્રીબ્યુશન કરે છે. કંપની મેડિકલ પ્રોડક્ટ્સ જેમ કે બ્લડ પ્રેશર મોનિટર્સ, ગ્લુકોઝ મોનિટરિંગ કિટ્સ અને સ્ટ્રીપ્સ, ડેન્ટલ પ્રોડક્ટ્સ, પર્સનલ પ્રોટેક્શન કિટ્સ જેમ કે પીપીઈ કિટ્સ, ઇન્ફેક્શન પ્રિવેન્શન, સ્ટેથોસ્કોપ અને ઓક્સિજન કોન્સેન્ટ્રેટર ઓફર કરે છે. કંપની ત્રણ બિઝનેસ વર્ટિકલ્સનું સંચાલન કરે છે અને 130થી વધુ ગ્રાહકો સાથે 600થી વધુ એસકેયુ ઓફર કરે છે. નાણાંકીય વર્ષ 2022-23 માટે, QMS મેડિકલે રૂ. 6 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 104 કરોડનું વેચાણ નોંધાવ્યું છે.
QMS મેડિકલ એલાઈડ સર્વિસીસ લિમિટેડે વધારાની કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ સહિત કંપનીની વિસ્તરણ યોજનાઓને ભંડોળ પૂરું પાડવા માટે સપ્ટેમ્બર 2022માં રૂ. 56.87 કરોડનો પબ્લિક ઇશ્યૂ લોન્ચ કર્યો હતો. આઈપીઓમાં 28 લાખ ઇક્વિટી શેરના નવા ઇશ્યૂ અને રૂ. 56.87 કરોડની કુલ રૂ. 121 પ્રતિ શેર (ઇક્વિટી શેર દીઠ રૂ. 111ના પ્રીમિયમ સહિત)ના ભાવે રૂ. 10 ફેસ વેલ્યુના 19 લાખ ઇક્વિટી શેરના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. કંપનીમાં ઇશ્યૂ પછી પ્રમોટરનું જૂથ હોલ્ડિંગ 73.67% થયું છે.