રેઈનબો ચિલ્ડ્રન મેડિકેરનો રૂ. 1580.85 કરોડનો આઈપીઓ રૂ. 542ની પ્રાઈસ બેન્ડ સામે 6.67 ટકા ડિસ્કાઉન્ટે રૂ. 506માં લિસ્ટેડ થયો છે. ઈન્ટ્રા ડે 519.35ની ટોચેથી 421ની બોટમ સપાટીએ પહોંચ્યા બાદ 16.96 ટકા ડિસ્કાઉન્ટે રૂ. 450.10 પર બંધ રહ્યો હતો.

ઇશ્યૂ પ્રાઇસ542.00
ખુલ્યો506.00
વધી519.35
ઘટી421.00
બંધ450.10
લોસ91.90

પ્રુડન્ટ પ્રથમ દિવસે 0.36 ગણો ભરાયો

પ્રુડન્ટ એડવાઈઝરીનો આઈપીઓ પ્રથમ દિવસે કુલ 0.36 ગણો ભરાયો છે. જેમાં રિટેલ પોર્શન સૌથી વધુ 0.72 ગણો, એમ્પ્લોયી 0.35 ગણો, અને એનઆઈઆઈ 0.02 ગણો ભરાયો હતો. રૂ. 595-630ની પ્રાઈસ બેન્ડ પર કંપની રૂ. 538.61 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. માર્કેટ લોટ 23 શેર્સ માટે 12 મે સુધી બીડ ભરી શકાશે.