RBIએ બલ્ક ડિપોઝિટની વ્યાખ્યા બદલી રૂ. 3 કરોડ કરી
મુંબઇ, 7 જૂનઃ બેંકો માટેની બલ્ક ડિપોઝિટ મર્યાદાની સમીક્ષા પર, પ્રાદેશિક ગ્રામીણ બેંકોને બાદ કરતાં, અનુસૂચિત કોમર્શિયલ બેંકો અને SFB માટે રૂ. 3 કરોડ અને તેથી વધુની સિંગલ-રૂપી ટર્મ ડિપોઝિટ તરીકે બલ્ક ડિપોઝિટની વ્યાખ્યામાં સુધારો કરવાનો પ્રસ્તાવ છે તેવું RBI ગવર્નર શક્તિકાંત દાસ તેમના નાણાકીય નીતિ સમિતિ (MPC) નિવેદનમાં જણાવ્યું હતું. અગાઉ, સેન્ટ્રલ બેંકની ઓક્ટોબર 2023ની સૂચનામાં આ બેંકો માટે બલ્ક ડિપોઝિટને 2 કરોડ રૂપિયા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી.
દાસે વધુમાં જણાવ્યું કે વિશ્વ કટોકટીની પેટર્ન ચાલુ છે, પરંતુ ભારતમાં હકારાત્મક વૃદ્ધિ જોવા મળી રહી છે. પરંતુ આપણે નવા પડકારો સામે જાગ્રત રહેવાની જરૂર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)