અમદાવાદ : રેફ્રિજરેશન અને કોલ્ડચેઈન ઈન્ડસ્સ્ટ્રીનાં  સોલ્યુશન અંગેની દક્ષિણ એશિયાની સૌથી મોટી કોન્ફરન્સ અને પ્રદર્શન રેફકોલ્ડ ઈન્ડીયાનું શનિવારે ગાંધીનગરમાં સમાપન થયુ છે. ઈન્ડીયન સોસાયટી ઓફ હીટીંગ, રેફ્રિજરેટીંગ એન્ડ એરકન્ડીશનીંગ એન્જીન્યર્સ (ISHRAE) આયોજીત 3 દિવસની આ કોન્ફરન્સ અને પ્રદર્શનમાં દુનિયાભરમાંથી  8300થી વધુ મુલાકાતીઓ અને  650થી વધુ ડેલીગેટસ સામેલ થયા હતા. રેફકોલ્ડ ઈન્ડીયાના ચેરમેન પંકજ ધારકર જણાવે છે કે રેફકોલ્ડ ઈન્ડીયામાં રેફ્રિજરેશન અને કોલ્ડ ચેઈન ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓ એકત્રિત થયા હતા. આ સમારંભમાં ડેરી ઉત્પાદકો ખેડૂતો તથા અન્ય લોકોની સાથે સાથે  મોટી સંખ્યામાં ઔદ્યોગિક ગ્રાહકો પણ ઉપસ્થિત રહયા

રેફકોલ્ડ ઈન્ડીયામાં  ભારત ઉપરાંત ફ્રાન્સ, તુર્કી, વિએતનામ, દક્ષિણ કોરીયા,  જાપાન તથા અન્ય દેશોના નિષ્ણાંતોએ વિવિધ સેમિનારમાં ડેરી, પર્યાવરણલક્ષી કોલ્ડચેઈન અને હીટ પંપ્સ જેવા  વિવિધ વષયો ઉપર સંબોધન કર્યુ હતું. વિવિધ સેમિનારમાં 2000થી વધુ લોકોએ હાજરી આપી હતી.

રેફકોલ્ડ ઈન્ડીયા 2022ના કન્વીનર મિતુલ શાહે જણાવ્યું હતું કે રેફકોલ્ડ ઈન્ડીયાએ ઈન્ડસ્ટ્રિયલ રેફ્રીજરેશનની સાથે સાથે કોલ્ડચેઈન અને રિફર ટ્રાન્સપોર્ટેશનને આવરી લેતું એક માત્ર પ્રદર્શન છે. આ સમારંભમાં ISHRAE અને યુનાઈટેડ નેશન્સ એન્વાયર્મેન્ટ પ્રોગ્રામ (UNEP) વચ્ચે પર્યાવરણને બહેતર બનાવવા માટે સમજૂતિના કરાર કરાયા હતા. ISHRAEના પ્રેસિડેન્ટ  એન.એસ. ચંદ્રશેખર, અમિતાભ સૂર, યોગેશ ઠક્કર, ઉર્વિશ શાહ, ગૌરાંગ પટેલ, ડી.એન. શુકલા અને દર્શન દવે જેવા મહાનુભવો હાજર રહ્યા હતા અને તેમના યોગદાનથી રેફકોલ્ડ ઈન્ડીયા-2022ને ભવ્ય સફળતા હાંસલ થઈ હતી.