રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે લોટસ ચોકલેટમાં 51 ટકા બહુમતી હિસ્સો હસ્તગત કર્યો
મુંબઈ, 25 મે: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (“RCPL”) લોટસ ચોકલેટ કંપની લિમિટેડ (“LOTUS”)માં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો છે. તે અનુસાર રૂ. 74 કરોડમાં લોટસમાં 51% બહુમતી હિસ્સાનું સંપાદન પૂર્ણ કર્યું છે. એકંદરે રૂ.25 કરોડમાં લોટસના નોન-ક્યુમિલેટિવ રિડીમેબલ પ્રેફરન્સ શેર સબ્સ્ક્રાઇબ કર્યા છે. આરસીપીએલએ સેબીના ટેકઓવર રેગ્યુલેશન્સ હેઠળ કરવામાં આવેલી ઓપન ઓફરને અનુસરીને ઇક્વિટી શેરનું સંપાદન પણ પૂર્ણ કર્યું છે. આરસીપીએલએ 24 મે 2023થી લોટસ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું છે.