અમદાવાદ, 21 જુલાઇઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1Q ચોખ્ખો નફો 6 ટકા ઘટી રૂ. 18258 કરોડ (રૂ. 19405 કરોડ) થયો છે. કંપનીની કુલ આવકો પણ 4.7 ટકાના ઘટાડા સાથે રૂ. 231132 કરોડ (રૂ. 242549 કરોડ) નોંધાઇ છે. કંપનીએ શેરદીઠ રૂ. 9નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર કંપનીનો કરવેરા પૂર્વે નફો પણ 9.7 ટકાના સાથે રૂ. 24370 કરોડ (રૂ. 26996 કરોડ) થયો છે. જોકે, ક્વાર્ટર ટૂ ક્વાર્ટર ધોરણે પણ કંપનીના વેચાણો, કરવેરા પૂર્વે નફો અને ચોખ્ખા નફામાં ઘટાડો નોંધાયો છે.

CONSOLIDATED FINANCIAL HIGHLIGHTS

વિગત1Q244Q231Q23chgYoYFY23
Revenue231132238957242529(4.7)%974864
EBITDA4198241252399355.1%153920
P B T243702398126996(9.7)%94046
P A T182582122719405(5.9)%73670
(₹ કરોડ)

પરિણામો પર ટિપ્પણી કરતાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે “આ ક્વાર્ટરમાં રિલાયન્સનું મજબૂત સંચાલન અને નાણાકીય પ્રદર્શન ઔદ્યોગિક અને ઉપભોક્તા સેગમેન્ટમાં માંગને સંતોષતા અમારા વૈવિધ્યસભર પોર્ટફોલિયોની સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. Jioની ટ્રુ 5G સેવાઓનું એક્સિલરેટેડ રોલ-આઉટ દેશના ડિજિટલ પરિવર્તનને અભૂતપૂર્વ ગતિએ આગળ ધપાવી રહ્યું છે. ભારતમાં ઈન્ટરનેટને લોકશાહી બનાવવાની દિશામાં બીજા એક પગલામાં, Jio એ “JioBharat” ફોન પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. રિટેલ બિઝનેસે ઝડપી-ગતિ ધરાવતા સ્ટોર ઉમેરાઓ અને ફૂટફોલ્સમાં સ્થિર વૃદ્ધિ સાથે મજબૂત વૃદ્ધિ પ્રદાન કરી. O2C બિઝનેસે વૈશ્વિક મેક્રો હેડવિન્ડ્સ ચાલુ રાખવા છતાં સ્થિતિસ્થાપક કામગીરી પ્રદાન કરી. ક્વાર્ટર દરમિયાન MJ ફિલ્ડ ઑપરેશન્સ શરૂ થવાથી ભારતની ઊર્જા સુરક્ષામાં વધારો થશે, આગામી મહિનાઓમાં KGD6 બ્લોકમાંથી કુલ ઉત્પાદન વધીને ~30 MMSCMD થશે. ફાઇનાન્શિયલ સર્વિસ બિઝનેસ – જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડના ડિમર્જરની પ્રક્રિયા મુખ્ય મંજૂરીઓ સાથે ટ્રેક પર છે. હું દ્રઢપણે માનું છું કે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ ભારતમાં નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે વિશિષ્ટ સ્થાન ધરાવે છે.