અમદાવાદ, 22 એપ્રિલઃ

રિલાયન્સ જૂથની રિલાયન્સ રીટેલે માર્ચ-24ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક તેમજ વાર્ષિક કોન્સોલિડેટેડ પરીણામો જાહેર કર્યા છે. તે અનુસાર માર્ચ-24ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે આવકો 10.6 ટકા વધી રૂ. 76627 કરોડ (રૂ. 69267 કરોડ) નોંધાવી છે. જ્યારે ચોખ્ખો નફો 11.7 ટકા વધી રૂ. 2698 કરોડ (રૂ. 2415 કરોડ) નોંધાવ્યો છે.

માર્ચ-24ના અંતે પુરાં થયેલા વર્ષ માટેની કંપનીની આવકો વધી રૂ. 306786 કરોડ (રૂ. 260364 કરોડ) અને ચોખ્ખો નફો વધી રૂ. 11101 કરોડ (રૂ. 9181 કરોડ) થયો છે.

ત્રિમાસિક રેવન્યુ રૂ. 76,627 કરોડ, વાર્ષિક ધોરણે 10.6%ની વૃધ્ધિત્રિમાસિક EBITDA રૂ. 5,823 કરોડ, વાર્ષિક ધોરણે 18.5%ની વૃધ્ધિતમામ ફોર્મેટમાં મળીને કુલ ફૂટફોલ 272 મિલિયન, 562 નવા સ્ટોર્સ ખૂલ્યાં

રિટેલ બિઝનેસનું મજબૂત વિસ્તરણ અને વૃધ્ધિ વિકાસ ગ્રાહકને કેન્દ્રસ્થાને

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈશા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “સમગ્ર કન્ઝમ્પશન બાસ્કેટમાં વૃદ્ધિને કારણે રિલાયન્સ રિટેલે સ્થિરતા સાથેનું પર્ફોર્મન્સ આપવાનું ચાલુ રાખ્યું છે. અમે અમારા ગ્રાહકોને મળતાં મૂલ્યને બહેતર બનાવવા અને ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને પૂરી કરવા માટે તમામ ફોર્મેટ અને ઉત્પાદનોમાં રોકાણ અને નવીનતા લાવવાનું ચાલુ રાખી રહ્યા છીએ. અમારા રિટેલ બિઝનેસનું મજબૂત વિસ્તરણ અને વૃધ્ધિ વિકાસ ગ્રાહકને કેન્દ્રસ્થાને રાખવાની ભાવના અને ભારતના ગ્રાહક વપરાશની યાત્રામાં વિશ્વાસની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે”.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)