અમદાવાદ, 22 એપ્રિલઃ રિલાયન્સ જિયો ઇન્ફોકોમે માર્ચ-22ના અંતે પુરાં થયેલાં ચોથા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 12 ટકા વૃદ્ધિ સાથે રૂ. 5583 કરોડ (રૂ. 4984 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો 13.3 ટકા વૃદ્ધિ સાથે રૂ. 33835 કરોડ (રૂ. 29871 કરોડ) નોંધાઇ છે.

માર્ચ-24ના અંતે પૂર્ણ થયેલાં વર્ષ માટે કંપનીની આવકો વધી  રૂ. 128521 કરોડ (રૂ. 115099 કરોડ) અને ચોખ્ખો નફો રૂ. 21423 કરોડ (રૂ. 19124 કરોડ) નોંધાવ્યો છે.

ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે સબસ્ક્રાઇબર્સની વૃધ્ધિ, FY24માં 42.4 મિલિયનનો ચોખ્ખો ઉમેરો5G સ્વિકૃતિ અને હોમ સ્કેલ અપને કારણે ડેટા ટ્રાફિક FY24માં 148 એક્સાબાઇટ, વાર્ષિક ધોરણે 31%ની વૃધ્ધિ108 મિલિયન કરતા વધારે સબસ્ક્રાઇબર્સ નોંધાવ્યા છે, જે હવે જિયોના વાયરલેસ ડેટા ટ્રાફિકના 28% થાય છે

જિયો એરફાઇબરના સબ્સ્ક્રાઇબર બેઝમાં સતત વધારો

રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ એમ અંબાણીએ જણાવ્યું હતું કે, “જિયોએ તેની નેટવર્ક લીડરશીપ જાળવી રાખી છે અને વૈવિધ્યપૂર્ણ ગ્રાહક સમૂહોને નવીન ડિજિટલ સોલ્યુશન્સ ઓફર કરી રહ્યું છે. તેના પરિણામે સબ્સ્ક્રાઇબર વધારા અને એન્ગેજમેન્ટ લેવલની દૃષ્ટિએ સતત ઉત્કૃષ્ટ પરફોર્મન્સ થઈ રહ્યું છે. જિયોએરફાઇબરના સબ્સ્ક્રાઇબર બેઝમાં સતત વધારો અને ડિજિટલ સેવાઓની ઝડપ થકી જિયો ઉદ્યોગ-અગ્રણી વૃદ્ધિને ટકાવી રાખશે.”

ચીનની બહાર કોઇપણ ઓપરેટર દ્વારા નોંધવવામાં આવેલો સૌથી વધારે 5G સબસ્ક્રાઇબર્સ બેઝજિયોએરફાઇબરની 5,900 શહેરોમાં તંદુરસ્ત માગ, જેનાથી ત્રિમાસિકગાળામાં સૌથી વધારે ઘરોને જોડાયાડિજીટલ સર્વિસીના કારણે જિયો પ્લેટફોર્મ્સની સ્ટેડઅલોન ક્વાર્ટર્લી રેવન્યુ વાર્ષિક ધોરણે 64% વધી

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)