મુંબઈ, 12 જૂન: રિલાયન્સ રિટેલના ઓમ્નીચેનલ બ્યુટી રિટેલ પ્લેટફોર્મ ટીરાએ આજે તેની સ્કિનકેર બ્રાન્ડ ‘અકાઇન્ડ’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. મીરા કપૂર દ્વારા સહ-સ્થાપિત અકાઇન્ડનું મુંબઈમાં જિયો વર્લ્ડ ડ્રાઇવમાં આવેલા ટીરાના ફ્લેગશિપ સ્ટોરમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. અકાઇન્ડ રેન્જની દરેક ફોર્મ્યુલેશન આ ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવે છે: ધ બિલ્ડ રેન્જ, ક્લીન સ્લેટ હાઇડ્રેટિંગ ક્લીન્સર, ઓન ક્લાઉડ નાઇન લાઇટવેઇટ મોઇશ્ચરાઇઝર અને સ્લીપ ટાઇટ ફર્મિંગ સીરમ કુદરતી સ્થિતિમાં સ્કીન બેરિયરને રિપેર અને રિસ્ટોર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ધ બેલેન્સ રેન્જ, ફ્રેશ સ્ટાર્ટ ઓઈલ-ફ્રી બેલેન્સિંગ ક્લીન્સર, બાઉન્સ બેક સુથિંગ એન્ડ પ્યુરીફાઈંગ ટોનર, અને ગેટ ઈવન એવરીડે મલ્ટી-એક્ટિવ સીરમનો આ રેન્જમાં સમાવેશ કરવામાં આવ્યો છે જે, સ્કીન બેરિયરની નરમ, સંતુલન સ્થિતિ જાળવવામાં મદદ કરે છે, તેના પરિણામે સ્વસ્થ, ભીતરથી પ્રકાશિત ગ્લો આવે છે. ધ ડિફેન્સ રેન્જ, બ્રાઈટ આઈડિયા રેડીઅન્સ સીરમ, નો શેડ સનસ્ક્રીન પ્રાઈમર SPF 50 PA++++, અને સુપર સ્મૂથ સન સ્ટિક SPF 50 PA+++, પ્રદૂષણ, જીવનશૈલીના પરિબળો અને સૂર્યપ્રકાશથી થનારા નુકસાન જેવા બાહ્ય આક્રમણોથી સ્કીન બેરિયરને બચાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણીએ લોન્ચ અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, “અમે પોતાના બ્રાન્ડ પોર્ટફોલિયોમાં ટીરાની પ્રથમ સ્કિનકેર બ્રાન્ડ અકાઇન્ડને રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ. આ રજૂઆત ટીરાની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. જેમ જેમ અમે વિસ્તરણ અને વિકાસ કરવાનું ચાલુ રાખીએ છીએ, તેમ તેમ અમે એ વાતની ખાતરી કરીએ છીએ કે અમારી દરેક રજૂઆત અમારા ગ્રાહકના સૌંદર્ય અનુભવને વધારે અને એ સાથે અમે નવીનતા અને શ્રેષ્ઠતા માટે પ્રતિબદ્ધ રહીએ”

પ્રાઇવેટ લેબલ હેઠળ પ્રીમિયમ ક્યુરેટેડ બ્યુટી એસેસરીઝ ટીરા ટૂલ્સના અને વાઇબ્રન્ટ નેઇલ કલર્સ અને કિટ્સની વિશિષ્ટ લાઇન નેલ્સ અવર વેના સફળ લોન્ચ બાદ રિલાયન્સ રિટેલ લિમિટેડ (આરઆરએલ) તેની નવીન રજૂઆતોમાં વધારો કરવાનું ચાલુ રાખે છે. અકાઇન્ડ તરીકે તેની પ્રથમ સ્કિનકેર બ્રાન્ડનો ઉમેરો ગ્રાહકોને સુંદરતા અને વ્યક્તિગત સંભાળની શ્રેણીઓમાં ઉચ્ચ ગુણવત્તાવાળી, વૈવિધ્યસભર અને ટ્રેન્ડ-સેટિંગ ઉત્પાદનો પૂરા પાડવાની ટીરાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)