અમદાવાદ, 22 ડિસેમ્બર: SEWA અને UNEP ઇન્ડિયાના સહયોગથી ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીમાં મહિલાઓની ભાગીદારીને આગળ વધારવા રિન્યૂ (ReNew) દ્વારા સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને ભારતના અગ્રણી રિન્યુએબલ એનર્જી ખેલાડીઓએ હાજરી આપી આ ક્ષેત્રમાં મહિલાઓની સહભાગિતાને અવરોધતા પડકારોને દૂર કરવા મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. વધુમાં 500 GW RE ટાર્ગેટને અનુરૂપ તકોના ઉકેલ અને કુશળ કર્મચારીઓ બનાવવામાં ઉદ્યોગની ભૂમિકા સહિતના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.

આ ઈવેન્ટમાં KVICના સીઈઓ વિનિત કુમાર (IAS), એનર્જી-ગુજરાતના જોઈન્ટ સેક્રેટરી ભક્તિ શામલ, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના હેડ-IAS અજય પ્રકાશ, ઉપસ્થિત રહ્યા હતા. રિન્યુના ચીફ ઓપરેટિંગ ઓફિસર બલરામ મહેતા, UNEP ઈન્ડિયા ઓફિસના હેડ અતુલ બગાઈ, SEWAના ડિરેક્ટર રીમા નાણાવટીએ ઈવેન્ટમાં હાજરી આપી હતી.

રિન્યુના સીઓઓ બલરામ મહેતાએ રિન્યુની ટેક્નિકલ નોકરીઓમાં મહિલાઓની વધુ ભાગીદારી માટે ઈકોસિસ્ટમ સ્થાપિત કરવાની ભૂમિકા વિશે જણાવ્યું હતું કે, “અમે મેન્યુફેક્ચરિંગ કર્મચારીઓમાં 26%થી વધુ મહિલાઓની સાથે 2030 સુધીમાં રિન્યુ તેના વર્કફોર્સમાં 30% મહિલા કર્મચારીઓને સ્થાન આપવાનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે.”

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)